Read Time:1 Minute, 13 Second
અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે એસટી બસના ચાલકે બાળકને અડફેટમાં લેતા સારવાર હેઠળ છે. સ્થાનિક શ્રમજીવી બાળક અકસ્માત નો ભોગ બન્યો હતો. સરકારી બસ ચાલાક ભાગવા જતા લોકો પકડી પોલીસ ના હવાલે કર્યો હતો.બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે બાળક ઉભું હતું તે દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતી મહુવા સુરત જતી બસના ચાલકે બાળક એ અડફેટમાં લેતા બાળકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જયારે બસ ચાલક બસ લઇ ફરાર થઇ જતા આસપાસના વાહન ચાલકો એ પીછો કરી બસ એ ઝડપી પાડી હતી અને જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી તેમજ બસ ચાલાક પોલીસ ના હવાલે કર્યો હતો. વાલિયા ચોકડી પાસે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી હોવાનું ખુલ્યું હતું. ત્યારે હાલ બાળકી સારવાર હેઠળ છે તો પોલીસે ગુનો નોંધ્યો હતો.