આજ રોજ એક સાથે 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા અમેરિકા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ જેની નોંધ લીધી…

Views: 81
0 0

Read Time:6 Minute, 0 Second

સરધારમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માં આજ રોજ એક સાથે 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા અમેરિકા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ જેની નોંધ લીધી . આ પ્રસંગે ગુજરાત રાજ્ય ના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરત જી વિશેષ ઉપસ્થતિ રહ્યા હતા

વિશ્વ ભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે . વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાંજ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે .જેમાં અનેક કેટેગરી નો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ,ગ્લોબલ આઇકોન,ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ,બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી,ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. સાથે સાથે દુનિયા ભરમાંથી ટેલેન્ટ ને બહાર લાવવા ટેલેન્ટ શૉ નું આયોજન, વાર્ષિક વર્લ્ડ રેકોર્ડ બુક, ઈ-ન્યુઝ પેપર, આ સિવાય વ્યક્તિગત,કોર્પોરેટ સેક્ટર,ગવર્મેન્ટ,સંસ્થા તમામની જુદા જુદા ક્ષેત્રે નોંધ લઇ સંપૂર્ણ ચકાસી જેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે .

આજે સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આઠમા દિવસે અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધણી ના સર્ટિફિકેટ પ.પૂ. સદ. સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા. જેમાં સંપ્રદાય માં અને હિન્દૂ ધર્મમાં અત્યાર સુધીની સૌથી વધારે પેજ ધરાવતી કંકોત્રી જેની અંદર 117 પેજ ની બનાવાવમાં આવી છે તેનો રેકોર્ડ સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની કંકોત્રી નો આજ રોજ નોંધી વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું .

બીજો વર્લ્ડ રેકોર્ડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની હસ્તલિખિત સૌથી નાની અને સૌથી ઓછો વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવામાં આવી જેનો અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ નોંધી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું .

ત્રીજો વર્લ્ડ રેકોર્ડ પ.પૂ. સદ્. સ્વામીશ્રી નિત્યયસ્વરૂપ દાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘર સભા કરીને સૌના જીવન પરિવર્તન થાય એ હેતુ થી ઘરસભા કરવામાં આવી હતી જેની નોંધ અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ લઇ આજ રોજ વર્લ્ડ રેકોર્ડ નોંધી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું .

સરધાર સ્વામિનારાયણ મંદિર ના પ્રેરક સ્વામી શ્રી નિત્યસ્વરૂપ દાસજીની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા અનેકો સેવાકીય પ્રવૃત્તિ થાય છે. સ્વામીજીના પ્રેરણા દાયક વચનોથી અત્યાર સુધીમાં લાખો લોકોએ પોતાનું જીવન પરિવર્તિત કર્યું છે. સ્વામી શ્રી ના માર્ગદર્શનથી સરધાર સંસ્થા દ્વારા હજારો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને ભણતર સબંધી સુવિધાઓ મફત પૂરી પાડવામાં આવી રહી છે. સ્વામીશ્રી ની પ્રેરણાથી સંચાલિત સરધાર સ્વામિનારાયણ સંસ્થા મોટા પ્રમાણમાં સમાજ માં સામાજિક સેવાઓ કરી રહી છે, જેમાં કુદરતી આફતોમાં સેવાઓ , હોસ્પિટલ સબંધી સેવાઓ, હોસ્ટેલ એન્ડ એજ્યુકેશન સબંધી સેવાઓ અને અન્ય સામાજિક સેવાઓ નો સમાવેશ થાય છે. પ પૂ સદ્ સ્વામીશ્રી નિત્યસ્વરૂપ દાસજી ની આવી ઉમદા અને સમાજ કલ્યાણકારી પ્રવૃત્તિ થી વાકેફ થઇ ને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્વામી શ્રી ને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ( Inspiring Human) એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત ના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવરતજી ની વિશેષ ઉપસ્તિથ માં અને લખો હરિભક્તો ની હાજરી માં એમના સ્વ હસ્તે સ્વામીજી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો . આ પ્રસંગે અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ના Founder & CEO ની સૂચના થી અધિકારીઓ સરધાર શ્રી સ્વામિનારાય મંદિર સ્થિત બે દિવસ થી હાજર રહ્યા હતા. જેમાં વસીમ ભાઈ મલેક, ભરત સિંહ પરમાર ઉપસ્તિથ રહી વર્લ્ડ રેકોર્ડ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હવે તો હદ થઈ ગઈ,સુરતમાં માદક પદાર્થોની સપ્લાઈ માટે વિદ્યાર્થીનો કરાયો ઉપયોગ, સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ મળી આવ્યું 2 કિલો અફીણ...

Mon Dec 20 , 2021
Spread the love             ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના બનાવો સામે આવતા જોવા મળી રહી છે, ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી હજારો કિલ્લોનું ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો એનું તાજુ ઉદાહરણ છે.રાજ્યમાં નશાખોરી તરફ આગળ ધકેલાઈ રહ્યું છે, રોજ કેફીન […]

You May Like

Breaking News

error: Content is protected !!