જંબુસર ભરૂચ જિલ્લાને ખરીફપાકમાં અંદાજે 65હજાર મેટ્રીક ટન યુરિયાની જરૂરિયાત ઉભી થતી હોય છે. જેની સામે આ વર્ષે માત્ર 2800 મેટ્રીક ટન જેટલો જથ્થો ફળવાયો છે. જેના પગલે જંબુસર અને વાગરા તાલુકામાં યુરિયા ખાતર મેળવવા માટે ખાતરના ડેપો પર લાંબી કતારો લાગી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદે વિરામ લેતાં ખેડૂતોએ ખેતરમાં નિંદામણની પ્રક્રિયા એકંદરે પુર્ણ કરી દીધી છે. ત્યારે હવે તેઓ યુરિયા ખાતર માટે દુકાનોની બહાર લાંબી લાઇન લગાવી બેઠાં છે.સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં થયેલાં જળપ્રકોપ બાદ સરકારે મોટાભાગનો યુરિયા તે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડ્યો હોવાને કારણે જિલ્લામાં ખાતરની સામાન્ય અછત ઉભી થઇ હોવાનું સંલગ્ન અધિકારીએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર તેમજ વાગરા તાલુકામાં ખેડૂતો મુખ્યત્વે કપાસ તેમજ દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું છે.ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ એકંદરે સમયસર વાવતેર કરી દીધું હતું. જે બાદ વરસાદે વિરામ લેતાં ખેડૂતોએ કરેલાં વાવેતર સાથે ઉગી નિકળેલાં ઘાસચારા સહિતના કચરાનું નિંદામણની કામગીરી પુર્ણ કરતાં હવે ખેડૂતો ખેતરમાં છાંટવા માટે યુરિયા ખાતર લેવા માટે ખાતરના ડેપો પર પહોંચી ગયાં છે. જોકે, ડેપો ખાતે ખાતરનો અપુરતો જથ્થો હોવાને કારણે ખેડૂતોને પુરતું ખાતર નહીં મળતાં પાકને નુકશાન જવાની ભિતી તેઓ સેવી રહ્યાં છે. બીજી તરફ એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન ભરૂચના અધિકારીઓએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં સતત વરસાદ રહેવા સાથે જળપ્રકોપ રહેતાં ત્યાં ખાતરની જરૂરિયાત વધુ ઉભી થતાં સરકાર દ્વારા મોટાભાગનો સપ્લાય ત્યાં કરવામાં આવતાં જિલ્લામાં સામાન્ય અછત સર્જાઇ છે.જોકે, બે દિવસથી નવો સ્ટોક આવવાનો શરૂ થઇ ગયો છે. ત્યારે દરેક તાલુકામાં તેમનું વિતરણ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. 50-100 રૂપિયા ખર્ચીને આવીએ છતાં ખાતર મળતું નથી અમારા ગામના ખેેડૂતો 50થી 100 રૂપિયા ખર્ચીને અહીં સુધી આવ્યાં છે. ત્યારે એક કે બે ગુણ જેટલું જ યુરિયા ખાતર આપી રહ્યાં છે. કેટલાંકને તો મળ્યું પણ નથી. જેના કારણે ગરીબ ખેડૂતોને બમણો માર પડી રહ્યો છે. સરકાર પુરવઠો પુરો પાડે તે જરૂરી છે.
યુરિયા ખાતર માટે દુકાનોની બહાર લાંબી લાઇન:ખાતરની સમસ્યા દૂર કરી રહ્યાં છીએ..
Views: 122
Read Time:3 Minute, 7 Second