અંકલેશ્વરના તરીયા બસ સ્ટેન્ડ પાસે એક નર્સના પહેલા પ્રેમીનો બીજા પ્રેમીએ 6 સાથીદારોની મદદથી હત્યા કરી કાંટો કાઢ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે દુશ્મનીનું કારણ બની છે. તરિયા ગામના પાટિયા પાસે પૂર્વ પ્રેમીને આંતરી માથા, હાથ, પગ અને મોઢા ઉપર ધારિયાના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેમાં ગંભીર ઈજા પામેલા પ્રેમીને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા તેનું મોત નિપજ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે રહેતા સતીશ વસાવા અને રાકેશ વસાવા વચ્ચે એક વર્ષ પહેલા મિત્રતા હતી, પરંતુ આ બંને મિત્રોની વચ્ચે એક યુવતી આવી ગઈ. નર્સનું કામ કરતી યુવતી બન્ને મિત્રોને ગમવા લાગી હતી. યુવતીના સતીશ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. જોકે, થોડા જ સમયમાં આ પ્રેમ સંબંધોનો અંત આવ્યો અને યુવતીએ રાકેશ સાથે પ્રેમ પ્રકરણ શરુ કર્યું હતું, ત્યારથી બન્ને મિત્રો વચ્ચે ઉભી તિરાડ પડી હતી.આ અંગેની રીસ રાખી રાકેશ વસાવાએ ગતરોજ સજોદ ગામ પાસ પોતાના મળતિયાઓ સાથે પહોંચી સતીશને રોક્યો હતો અને તેને ધારિયાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. સતીશને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કોરોના કાળની બીજી લહેર ભરૂચ જિલ્લામાં જેટલી ઘાતક હતી તેટલી જ પ્રેમ, આડા સંબંધો, વહેમ, રૂપિયાની લેતી દેતી ને લઈ લોહિયાળ પણ સાબિત થઈ હતી. જિલ્લામાં આપઘાત, હત્યા, લૂંટ ની ઘટના ઓ પણ ચિંતાજનક રીતે વધી હતી. અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે રહેતા સતીશ વસાવા અને રાકેશ વસાવા વચ્ચે એક વર્ષ પહેલા મિત્રતા કેળવાઈ હતી. પરંતુ આ બંને મિત્રોની વચ્ચે એક યુવતી આવી ગઈ હતી. નર્સિંગનું કામ કરતી દિવ્યા નામની યુવતી બંને મિત્રોને ગમવા લાગી હતી.દિવ્યાના સતીશ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ થોડા જ સમયમાં આ પ્રેમ સંબંધોનો અંત આવ્યો હતો. અને દિવ્યાએ સતીશના મિત્ર રાકેશ સાથે પ્રેમ પ્રકરણ શરૂ કર્યું હતું. ત્યારથી બંને મિત્રો વચ્ચે તિરાડ પડી હતી. નર્સ પ્રેમિકાને લઈને પ્રથમ અને બીજા પ્રેમીની મુત્રતા મટી એકબીજાના શત્રુ બની ગયા હતા. પ્રેમ પ્રકરણની રીસ રાખી રાકેશ વસાવાએ શુક્રવારે સજોદ ગામ પાસે પોતાના મળતિયાઓ સાથે પહોંચી જઈ સતીશને રોક્યો હતો.સજોદ ગામે બાઈક લઈને સતીશ વસાવા કરિયાણાનો સામાન લેવા જઈ રહ્યો હતો. ત્યારે જ તરિયા ગામના પાટિયા પાસે બમ્પર આવતા બાઈખ ધીમી પડતા રાકેશ વસાવા અને અન્ય 6 જેટલા માસ્ક પહેરેલા લોકોએ તેને ઘેરી લીધો હતો. સતીશ વસાવાના માથા, મોઢા અને હાથ, પગ ઉપર ધારિયાનાઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સતીશને ગંભીર હાલતમાં જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.