ભરૂચ -અંકલેશ્વર વચ્ચે દર 15 મિનિટ સીટી બસ દોડશે. નર્મદા ચોકડી, ભોલાવ એસટી. ડિવિઝન થી ગડખોલ, પ્રતિન ચોકડી, રેલ્વે સ્ટેશન અને અંકલેશ્વર એસ.ટી.ડેપો પ્રથમ ચાર સ્ટોપ નક્કી કર્યા છે. ચાર સીટી બસ સ્ટોપેજ ઉભા કરવામાં આવશે. ઉદ્યોગ અગ્રણી તેમજ સામાજિક કાર્યકરો દ્વારા નિર્ણય ને આવકારો છે. સરકારી બસ પણ નર્મદા મૈયા બ્રિજ પર દોડશે. પણ ખાનગી બસ અને ભારદારી વાહનો ના ડાયવર્ટ થાય તે માટે રૂટ પર ભરૂચ અંકલેશ્વર તરફ પોલીસ ચેકપોસ્ટ ઉભી કરવા બુદ્ધિજીવી વર્ગ નું સૂચન કરવામાં આવ્યું છે.54 વર્ષ બાદ પુનઃ ગોલ્ડન બ્રિજ પર સરકારી બસ દોડતી જોવા મળશે. 20 એપ્રિલ 1077 ના રોજ પ્રથમ સરદાર પટેલ બ્રિજ કાર્યરત બનતા ગોલ્ડન બ્રિજ ને નેશનલ હાઇવે નંબર 8 માંથી મુક્ત કરી નવા નેશનલ હાઇવે નંબર 8 પર સરદાર બ્રીજ પર ભારદારી વાહનો કાફલો પસાર કર્યો હતો તે પહેલા માત્ર ગોલ્ડન બ્રિજ જ તમામ વાહનો માટે એક વિકલ્પ હતો. હવે 53 વર્ષ દરમિયાન ભારદારી વાહનો માટે સરદાર બ્રિજ 1 અને સરદાર બ્રિજ 2 તેમજ કેબલ બ્રિજ ત્રણ ત્રણ નવા બ્રિજ બન્યા બાદ પણ વાહન વ્યવહાર માટે અતિ વ્યસ્તતા જોવા મળી રહી છે.જે વચ્ચે અંકલેશ્વર ભરૂચ વચ્ચે જૂનો નેશનલ હાઇવે નંબર 8 હવે પુનઃ 54 વર્ષ બાદ સરકારી બસો થી ધમધમતો જોવા મળશે તેમજ અંકલેશ્વર- ભરૂચ વચ્ચે બસ સેવા આ રોડ પર જોવા મળશે. ટ્વીન સિટી ની કનેક્ટિવિટી માટે દર 15 મિનિટ બસો દોડાવવાનું આયોજન ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકને લઈ હાથ ધરવામાં આવનાર છે. જે માટે નર્મદા ચોકડીથી ભોલાવ એસટી. ડિવિઝન, અંકલેશ્વર ના ગડખોલ, પ્રતિન ચોકડી, રેલવે સ્ટેશન અને અંકલેશ્વર ST ડેપો વચ્ચે 4 પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવશે.સરકારી બસો સિવાય ખાનગી બસોને મંજૂરી નહિં આપવાનો સુર હાલ ઉઠી રહ્યો છે. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહનો બાદ સિટી અને GSRTC ની બસો દોડતા શહેર ઉપર હાઇવેના ટ્રાફિકનું ભારણ આવી પડશે. જેના માટે પોલીસ દ્વારા ભરૂચ તરફ અને અંકલેશ્વર તરફ પોલીસ ચોકી અથવા ચેકપોસ્ટ ઉભી કરવી જોઈએ.
જૂના હાઈવે-8 પર 52 વર્ષ બાદ ફરીથી બસો દોડશે, દર 15 મિનિટે બસ મળશે…
Views: 75
Read Time:3 Minute, 0 Second