ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિવારના બાળકો દ્વારા આજરોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વ્યસનમુક્તિ રેલીનું પ્રસ્થાન કરી ભરૂચ શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાંથી ફરી ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી.જે રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો સ્વામિનારાયણ સંસ્થાના અનુયાયીઓ અને સંતો જોડાયા હતા.વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે પ્રાગટ્ય સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તેમજ બીએપીએસ દ્વારા આયોજિત વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાકૃતિક અભિયાન અંતર્ગત સંસ્થા બાળકોએ બાળકો દ્વારા હજારો લોકોનો સંપર્ક કરી તેમનું જીવન વ્યસનમુક્ત તેમજ આદર્શ બનાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો આ અભિયાનની પૂર્ણાહૂતિ નિમિત્તે આજરોજ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ થી બાળકો દ્વારા વ્યસનમુક્તિ રેલી કાઢી ભરૂચના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી ભરુચ ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી.’ત્યાં ભવ્ય વ્યસનમુક્તિ રેલી નું આયોજન ભરૂચના વિવિધ શહેરોમાં રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને સાંજે ઝાડેશ્વર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રેલીનું સમાપન થયું હતું જેમાં ઝાડેશ્વર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને અન્ય સ્વામી અને અન્ય સંતો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી રેલીને સમર્પણ કર્યું હતું.
BAPS સ્વામિનારાયણ મંદિરના બાળકોની વિશાળ વ્યસનમુક્તિ રેલી
Views: 75
Read Time:2 Minute, 35 Second