પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચનાઓએ જીલ્લામાં મિલ્ક્ત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલાનાઓએ મિલ્ક્ત સંબંધી ગુનાઓ શોધી કઢવા આપેલ માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી દ્વારા આવા ગુનાઓ શોધી કાઢવા ટેક્નિકલ સર્વેલંન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને આજરોજ ભરૂચ એલ.સી.બી.ની ટીમ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તાર નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે નબીપુર પો.સ્ટે.ગુ.ર.નં પાર્ટ એ ૧૧૧૯૯૦૩૮૨૧૦૦૦૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના કામે નબીપુર ગામેથી થ્રી વ્હીલ ટેમ્પો નંબર GJ 16 AT 0330 નો નશીબ વસાવા દ્વારા ચોરી કરાયેલ છે તે ચોરી કરેલ ટેમ્પો લઇ આરોપી વડોદરા તરફથી આવનાર છે જે મુજબની બાતમી આધારે પાલેજ બ્રીજ નજીક એલ.સી.બી.ની ટીમ વોચમાં ગોઠવાયેલ દરમ્યાન ચોરાયેલ ઉપરોકત થ્રી વ્હીલ ટેમ્પો સહીત ચાલક આરોપીને ઝડપી પાડી કુલ મુદ્દામાલ કિં રૂ ૧,૩૦,૫૦૦/- નો કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીને પાલેજ પોલીસ સ્ટેશનમાં સોંપી નબીપુર પો.સ્ટે. જાણ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી- નશીબભાઈ રમેશભાઈ વસાવા રહેવાસી- નબીપુર જુનો ભીલવાડો તા.જી.ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલ-(૧) થ્રી વ્હીલ ટેમ્પો નં GJ 16 AT 0330 લીલા કલરનો કિં રૂ ૧,૩૦,૦૦૦/- (૨) અંગઝડતી માંથી એક લાવા કંપનીનો કીપેડ મોબાઇલ નંગ-૦૧ કિં રૂ ૫૦૦/- કુલ મુદ્દામાલ કિં રૂ ૧,૩૦,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-
એ.એસ.ચૌહાણ પો.સબ.ઇન્સ. અનાર્મ હેડ કોન્સ.અજયભાઇ, સંજયદાન, પો.કો વિશાલભાઇ વેગડ, મયુરભાઇ તથા ફીરોઝભાઇ તમામ એલ.સી.બી ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.