હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ગણપતિ મહોત્સવ તેમજ ઈદે મિલાદ ના તહેવાર ચાલી રહયો હોય તથા આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન તેમજ ઇદે મિલાદના તહેવારો આવનાર હોય નાગરિકો ને શાંતી અને સલામતી સાથે હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી શકે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્રારા સંપુર્ણ આયોજન સાથે પુરતી તૈયારી કરી લેવામાં આવેલ છે..
જેના અનુસંધાને આજરોજ પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, અને પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય સહિત તમામ નાયબ પોલીસ અધિક્ષક ,તમામ થાણા અધિકારી તથા એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત તમામ શાખાઓના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ. જે બેઠકમાં પોલીસ મહાનિરિક્ષક , વડોદરા વિભાગ દ્રારા અત્રેના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલ ગણેશ સ્થાપન તથા ગણપતિ વિસર્જનના રૂટ અને ઇદે મિલાદના તહેવાર અનુસંધાને કરવામાં આવેલ તૈયારીઓની ચકાસણી કરી ધાર્મિક તહેવારોની ઉજવણી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ પુરતી તકેદારી રાખવા તથા અસામાજીક પ્રવૃતિઓ કરતા તથા ધાર્મિક તહેવારોમાં અડચણ ઉભી કરતા ઇસમો સામે કડક હાથે કાયદેસર કાર્યવાહી કરવા વિગતવાર સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ….
તસ્લીમ પીરાંવાલા… વડોદરા..