ભરૂચઃ શુક્રવારઃ- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ કાર્યક્રમ જાહેર થયેલ છે તે મુજબ ભરૂચ જીલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયેલ છે ભારતના નિર્વાચન આયોગે બંધારણની કલમ-૩૨૪ હેઠળ મળેલ સત્તાની રૂએ આપેલ સુચના મુજબ મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિને સેલફોન લઈ જવા અંગે પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે સબબ મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તેમજ મતદાન કેન્દ્રો ખાતે મતદાનનાં દિવસે તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ ચૂંટણી પ્રચાર થતો અટકાવવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ, સેલ્યુલર ફોન-પેજર, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકીટોકી સાથે પદ્રેશવા ઉપર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતાં તુષાર ડી. સુમેરા I.A.S., જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪(૧) થી મળેલ સત્તાની રૂ એ એક હુકમ ધ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ તમામ મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિત મતદાનનાં દિવસે મોબાઈલ, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકીટોકી સાથે લઈ જઈ શકશે નહી અથવા તેનો ઉપયોગ કરી શકાશે નહી.આ આદેશનો ભંગ કરીને જો કોઈ વ્યકિત પાસે મોબાઈલ, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકીટોકી જેવા સાધનો મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારીઓ આ સાધનો જપ્ત કરી શકશે.આ હુકમના નિયંત્રણ કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ ધરાવતા અધિકારીઓ, સુરક્ષા અધિકારીઓ, ચૂંટણી પંચે નિમેલા નિરીક્ષકો, મતદાન મથકના પ્રમુખ અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી.૦૦૦૦૦૦૦૦૦
ભરૂચ જીલ્લામાં આવેલ તમામ મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈ પણ વ્યકિત મતદાનનાં દિવસે મોબાઈલ, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકીટોકી સાથે પ્રવેશ પર પ્રતિબંધ૦૦૦૦૦૦૦૦૦
Views: 32
Read Time:2 Minute, 47 Second