કોરોનાને કારણે વેપાર-ઉદ્યોગોની સાથે સાથે શેરી ફેરિયાઓ ઉપર પણ અસર જોવા મળી હતી. જો કે, તેઓ ફરીથી પોતાના વ્યવસાય- ધંધાઓ શરૂ કરી તેવા હેતુથી વર્કિંગ કેપિટલ લોન આપવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજના જાહેર કરી છે.જેના ભાગરૂપે ગુરુવારના રોજ ભરૂચ શહેરની 6 મહિલાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજના હેઠળ ધિરાણ અંગેના રૂપિયા 20 હજારનો ચેક નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે અર્પણ કરાયો હતો.આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, શહેરમાંથી 78 અરજીઓ મળી હતી જેમાંથી 38 અરજીઓને મંજૂર કરવામાં આવી છે. કોરોના સમય કાળમાં પણ આ યોજના અંતર્ગત વગર વ્યાજની 10 હજારની લોન વેન્ડરોને આપવામાં આવી હતી.આ લોનના હપ્તાઓ સમયસર બેંકોમાં જમા કરાવતા આ વર્ષે 20 હજારની રકમ આપવામાં આવી છે.આ રકમ નાના ધંધાઓ કરતા વેન્ડરો માટે ઘણી જ ઉપયોગી બની રહે છે.વડાપ્રધાન દિલ્હી ખાતે બેઠા બેઠા પણ દેશના દરેક લોકોની ચિંતા કરતા હોવાનું જણાવી તેમનો આભાર વ્યક્ત કર્યેા હતો.
ભરૂચમાં વર્કિંગ કેપિટલ લોન હેઠળ 6 મહિલા વેન્ડર્સને રૂ. 1.20 લાખ અપાયા…
Views: 63
Read Time:1 Minute, 38 Second