પાણેથાના ખેડૂતને કેન્દ્ર સરકારના જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા

ભારત દેશના ખેડૂતો કોઈ વૈજ્ઞાનિક થી કમ નથી તે વાતને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના યુવાન ખેડૂત ધીરેનભાઈ ભાનુભાઈ દેસાઈએ સિદ્ધ કરી બતાવ્યું છે. યુવા ખેડૂત ધીરેનભાઈ દેસાઈને 2015 થી ૨૦૨૧ દરમિયાન ૧૬ થી વધુ કૃષિ એવોર્ડ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના સરકાર દ્વારા મળ્યા છે. પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ ખૂબ ઉત્સાહી અને ખંતીલા ખેડૂત સાબિત થયા છે.સાચી રીતે કહીએ તો ધીરેનભાઈ દેસાઈ પાણેથા ઝઘડિયા ભરૂચ ગુજરાતના જ નહીં પરંતુ ભારત દેશના આગવી કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સાબિત થયા છે. આજરોજ ધીરેનભાઈ દેસાઈને ભારત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવ્યો છે.આજરોજ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર દ્વારા કૃષિ ભવન નવી દિલ્હી ખાતે યોજાયેલી આઇસીએઆર એવોર્ડ સેરેમનીમાં ભારત દેશના ચાર ખેડૂતોને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર, જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ નેશનલ 2020 એનાયત કરવામાં આવ્યો છે, તેમાં ઝઘડિયા પાણેથા ગામના ધીરેનકુમાર ભાનુભાઈ દેસાઈ તથા કર્ણાટકના સરના બસપા પાટીલ, હિમાચલ પ્રદેશના હરમન શર્મા અને બિહારના મનોરમા સિંહને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સાથે પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ દેસાઈને એવોર્ડ સાથે સાથે એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

100 વર્ષ જૂના ઐતિહાસિક કોટનું રિપેરિંગ કરવા સ્થાનિકોની માગ

Sat Jul 17 , 2021
ભરૂચમાં આવેલા ટાવર રોડથી નીચે નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ આવેલો છે અને તે વિસ્તારનો હેરીટેજ એરીયામાં સમાવેશ કરાયો છે.પરંતુ અનેક વખતે લેખિત અરજીઓ આપી હોવા છતાંય પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.આ વિસ્તારમાં સને 2018માં વસંત પંચમીના દિવસે તે સમયના કલેકટર તેમજ ધારાસભ્ય […]

You May Like

Breaking News