1572માં કચ્છથી આવેલા માલધારીઓ 900થી વધુ ખારાઈ ઊંટ ઉછેરી રહ્યાં છે
22મી જૂને વિશ્વ ઊંટ દિવસ માનવામાં આવે છે. કચ્છમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન દ્વારા ઊંટ પાલકોને સંગઠિત કરી ઊંટ પાલન વ્યવસાયને પુનઃ જીવિત કરવામાં આવ્યો છે. આજે ભારતની પ્રથમ ઊંટડીના દુધની ડેરી કચ્છમાં કાર્યરત છે, દૂધનો માર્કેટીંગ અમુલ દ્વારા કરવામાં આવી રહયો છે. પરંતુ ઊંટની એક નસલ ખારાઇ હાલ રાજ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. દરિયામાં જઇ ચેરીયાના વૃક્ષો ખાતા આ ખારાઇ ઊંટ અને માલધારીઓ હાલ ભરૂચના આલીયા બેટ પર વસી રહ્યાં છે.
એક સમયે ભરૂચનો આલીયા બેટ વિસ્તાર એ ખારાઈ ઊંટો માટે સ્વર્ગ માનવામાં આવતો હતો, છેક 1572માં કચ્છથી ફકીરણી જત સમુદાયના લોકો ચરિયાણની શોધમાં અહી આવીને વસ્યા હતા, આજે પણ આ વિસ્તારમાં બીજો કચ્છ વસાવ્યો છે, પર્યાવરણીય સમતુલા જાળવી રાખવા ફકીરાણી જત સમુદાય પરમ્પરાથી સ્થળાંતર કરે છેપ જેથી પશુઓને સારો ચરિયાણ મળી રહે છે.
પશુપાલન વિભાગ કચ્છ દ્વારા ભારતની 9મી ઊંટની નસલ એવી ખારાઈ ઊંટની પ્રજાતિનું 2015માં રોજ રજીસ્ટ્રેશન કરાવી હતી. જેની વસ્તી કચ્છમાં હાલ 1800, ભાવનગરમાં 272, અમદાવાદમાં 290, આણંદમાં 457, જામનગર 700, દ્વારકા 650 અને ભરૂચમાં (આલીયા બેટ)માં 900ની સંખ્યા છે. આ ખારાઈ ઊંટને માલધારીઓ ખારણ ઊંટ તરીકે પણ ઓળખે છે.