Read Time:1 Minute, 11 Second
ભરૂચમાં મોટી ડુંગરી વિસ્તારના રેહવાસી હાજી યાકુબ હાજી મુસા ઈંટવાલા જેઓ વર્ષોથી લંડનનાં Preston શહેરમાં સ્થાઈ થયા છે અને બે દાયકાઓથી counselor છે, તેઓને ત્યાંની સરકાર તરફ થી preston શહેરના મેયર તરીકેની વરણી કરવામાં આવી છે જે સમગ્ર ભારત દેશ અને ભરૂચ જિલ્લાના લોકો માટે ગૌરવની વાત છે, અને મોટી ડુંગરી માટે ખુબજ ખુશી તેમજ ગૌરવની વાત છે, તમામ મોટી ડુંગરી ભરૂચના તમામ રહીશો તરફ થી હાજી યાકુબ સાહેબને ખુબ ખુબ અભિનંદન અને ભવિષ્યમાં હંમેશા પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ ભરૂચના લોકો પાઠવી રહ્યા છે, અને આવીજ રીતે તરક્કી કરવાની અલ્લાહ(ઈશ્વર) પાસે દુઆઓ કરી રહ્યા છે હાલતો હાજી યાકુબ મુસા ઈંટવાલાને preston શહેરના મેયર તરીકેની વરણી કરવામાં આવતા સમગ્ર દેશ તેમજ ભરૂચ જિલ્લા માટે ખૂબ મોટી ગૌરવની વાત કેહવાય.