ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં નાગરિકોની ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે 5 સ્થળોએ લેટર બોક્સ મુકવામાં આવ્યા છે. જેના થકી પ્રજાજનો પોતાની વેદના અને સમસ્યા જણાવી શકશે.ભરૂચ જિલ્લા પોલીસ હવે નગરજનો માટે ‘નાયક’ની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ નાયક ખુબ પ્રચલિત થઇ હતી. આ ફિલ્મમાં મુખ્ય પ્રધાન દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સઝેશન બોક્સ મુકવામાં આવ્યા હતા. આ બોક્સમાં ફરિયાદ , રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી. ભરૂચ પોલીસ પણ હવે નાયક બનવા જઈ રહી છે. જેણે શહેરના અલગ-અલગ 5 સ્થળોએ સજેશન બોક્સ મુકાવ્યા છે. આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે. સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે.ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહિત 5 સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ, રજૂઆત અને સૂચનો મૂકી શકે છે. પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે.
ભરૂચ જિલ્લા પોલીસ નિભાવશે ‘નાયક’ની ભૂમિકા, નાગરિકોની ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે 5 સ્થળોએ લેટર બોક્સ મુક્યા
Views: 77
Read Time:1 Minute, 49 Second