અસંગઠિત કામદારોની નોંધણી સંદર્ભે જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક મુજબની કામગીરી સમયસર પૂર્ણ કરવા કલેક્ટરશ્રીની તાકીદ

Views: 95
0 0

Read Time:3 Minute, 41 Second

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠીત શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ નોંધણી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની મળેલી બેઠક

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચઃ શનિવાર :- નેશનલ ડેટાબેઝ ઓફ અનઓર્ગેનાઈઝડ વર્કસ(NDUW) પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠીત શ્રયોગીઓને ઈ-શ્રમ કાર્ડ નોંધણી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની બેઠક કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક મુજબ અસંગઠિત કામદારોની નોંધણીની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જિલ્લાના સીએચસી સેન્ટરો તથા સ્ટેટ સેવાકેન્દ્રની ઈ-શ્રમ હેઠળની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.કલેકટરશ્રીએ બેઠકમાં જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક મુજબની કામગીરી સમયસર પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.આ ઉપરાંત અસંગઠિત કામદારોની નોંધણી સંદર્ભે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ધ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાકક્ષાની વિવિધ કચેરીઓ હેઠળ નોંધાયેલા મનરેગા કામદારો, સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો, રીક્ષા ચાલકો, ફેરીયાઓ, બાંધકામ કામદારો, મધ્યાહન ભોજન યોજનાના કામદારો, ઘગથ્થું કામદારોની તથા આશા વર્કર, આંગણવાડી વર્કર, ખેત મજુરો, માછીમારો અને ઈંટ-ભઠ્ઠામાં કામ કરતા કામદારોની નોંધણી થાય તે માટે પ્રયત્નો કરવા, જિલ્લાના કામદાર યુનિયન, કામદાર એસોશીએસન ફેડરેશન અને અસંગઠીત ક્ષેત્રના કામદાર માટે કામ કરતી એનજીઓ મારફત અસંગઠીત કામદારોની નોંધણી, બાંધકામ કામદારો/આશા વર્કરો/આંગણવાડી કાર્યકરો/મનરેગા કામદારો/ઘરગથ્થું કામદારો/મધ્યાહન ભોજન યોજના કામદારો/માછીમારોના બલ્કમાં રજીસ્ટ્રેશન થાય તેમજ જિલ્લામાં મોબાઈલ CSC/SSK મારફતે કડીયાનાકા, ઈંટભઠ્ઠા, શ્રમિકોની વસાહતો, માછીમારોની વસાહતો તેમજ દૂધ મંડળીઓ પર ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી માટે ઝુંબેશનું આયોજન કરવા ઉપયોગી માર્ગદર્શન આપી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ શ્રમ આયુક્તશ્રી જે.એ.મકવાણા સહિત જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચના સાઈક્લિસ્ટોની વિશ્વ શાંતિ માટે 100 કિમીની યાત્રા

Sat Mar 5 , 2022
Spread the love             ભરૂચ-અંકલેશ્વરના સાયકલિસ્ટોએ યુક્રેન અને રસિયા નું યુદ્ધ સમાપ્ત થાય અને વિશ્વ શાંતિ સ્થપાઈ તેવા ઉદ્દેશ્ય સાથે 100 કિલોમીટર ની સાયકલ યાત્રા યોજી શાંતિનો સંદેશો ફેલાવ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ઓપરેશન ગંગા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા ની કામગીરીની કરી બિરદાવી હતી. ભરૂચના ઝાડેશ્વર ખાતે પહોંચતા સ્વાગત […]

You May Like

Breaking News

error: Content is protected !!