ભરૂચમાં આવેલા ટાવર રોડથી નીચે નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ આવેલો છે અને તે વિસ્તારનો હેરીટેજ એરીયામાં સમાવેશ કરાયો છે.પરંતુ અનેક વખતે લેખિત અરજીઓ આપી હોવા છતાંય પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.આ વિસ્તારમાં સને 2018માં વસંત પંચમીના દિવસે તે સમયના કલેકટર તેમજ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે આ હેરિટેજ એરીયાનું ઉદઘાટન કરાયું હતું.જેમાં નદી કિનારા પાસે બ્લોક બેસાડી,કોટનું સમારકામ કરી,ઈલેકટ્રીક સ્ટ્રીટ લાઈટના પોલ લગાડી ઉદ્દઘાટન કર્યું હતું.તે પછી 6 મહિના સુધી આ જગ્યાની સાફ-સફાઈ તેમજ ઝાડી ઝાંખરાની સમયસર કાપણી થતી હતી.પરંતુ તે પછી લગભગ છેલ્લા અઢી વર્ષથી સાફ-સફાઈ થતી નથી.આ બાબતમાં ભરૂચ નગરપાલિકામાં જાણ કરી પરંતુ જવાબ મળ્યો કે આ વિસ્તાર નગરપાલિકાની હદમાં આવતો નથી.જેથી આ વિસ્તારના સ્થાનિક શહેનાઝ મિયાગામવાલા અને સ્થાનિકોએ કલેક્ટરને વધુ એક આવેદનપત્ર આપીને આ એરીયાની તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી તથા તૂટેલા કોટનું રીપેરીંગ કામ કરવા તથા નિયમિત સાફ સફાઈ થાય તે અંગે માંગ કરી હતી.
100 વર્ષ જૂના ઐતિહાસિક કોટનું રિપેરિંગ કરવા સ્થાનિકોની માગ
Views: 70
Read Time:1 Minute, 38 Second