રાજય શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવાહની પરીક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરવામાં અત્યંત મહત્ત્વની ગણાતી બોર્ડની પરીક્ષામાં રાજયભરના હજારો રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે.પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અત્યંત મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષા થકી રાજયના જુદી-જુદી જેલમાં કેદ બંદીવાનો પણ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા બંદીવાનોની પરીક્ષા લેવાની શરૃઆત વર્ષ 2016થી કરવામાં આવી હતી.જેમાં ભરૂચની સબજેલમાં હત્યાના આરોપના કાચા કામના બંદીવાન પૈકીના દિલીપ પઢીયાર,ચિરાગ સોલંકી,મુકેશ વસાવા,પ્રવીણ વસાવા અને ધનિષ્ટાબેન બારીયા મળીને 5 કેદીઓ એક્ષટર્નલ વિધાર્થીઓ તરીકે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે.તેમને બુધવારના રોજ તમામ પરીક્ષાના વાંચન માટેના સાહિત્ય સાથે વડોદરા મધ્યથ જેલમાં મોકલી આપ્યા છે.તમામ વિદ્યાર્થીઓને જેલ અધીક્ષક આઈ.વી.ચૌધરીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
હત્યાના આરોપમાં સજા કાપતા ભરૂચના કાચા કામના 5 કેદી વડોદરામાં ધો-10ની રિપીટર્સની પરીક્ષામાં જોડાયા
Views: 84
Read Time:1 Minute, 35 Second