નેત્રંગ તાલુકામાં બુધવારે તાલુકા પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવા અને વિકાસ અધિકારી અલ્પના નાયરની આગેવાનીમાં બંધ બારણે બીજી સામાન્ય સભા યોજાઈ હતી. તાલુકાના વિકાસના કામો અને કાર્યની ચર્ચા વિચારણા કરવીએ પારદર્શી પ્રકિયા હોવાછતાં દરવાજા બંધ કરી મિટીંગ યોજાઇ હતી.સામાન્ય સભામાં તાલુકાના સામાન્ય નાગરિકોને સભામાં એન્ટ્રી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંદરના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિધિધ વિકાસલક્ષી પ્રશ્નોની ચર્ચા વિચારણા થઈ હતી. જ્યાં ટીમલા ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન, PM આવાસ યોજનાનો રી- સર્વે કરવાની માગણી , 15માં નાણાં પંચના વિકાસ લક્ષી કામોની વિગત, તાલુકા કચેરીએ મુલાકાત લેતા લોકો માટે વેઈટિગ રૂમ જેવાં ઉપરોક્ત કામોનો ઠરાવ કરવામા આવ્યો હતો. બંધ બારણે મિટીંગ યોજાઇ એ બાબતે ભરૂચ જિલ્લાના DDO યોગેશ ચૌધરી સાથેની ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સામન્ય સભામાં તમામ લોકોને પણ એન્ટ્રી આપવાની હોય છે. પારદર્શી કામો થતાં હોય ત્યાં છૂપાવવા જેવું કશું હોતું નથી. રૂલબુકમાં એવાં નિયમ પણ નથી કે બંધ બારણે મિટીંગ કરવાની હોય. સામન્ય સભામાં સામન્ય લોકો પણ હાજરી આપી શકે છે.
નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં બંધ બારણે બીજી સામાન્ય સભાઃ નાગરિકોના પ્રવેશ પર પાબંધી લાગી
Views: 121
Read Time:1 Minute, 50 Second