ભરૂચ જિલ્લાના વાગરા પાસે એક જ દિવસે બે હત્યાની ઘટનાઓથી ચકચાર,લોહી થી લથપત લાશોએ ઉપસ્થિત લોકોને કંપાવી મુક્યા, પોલીસ થઇ દોડતી..!
કોરોના મહામારી ના અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ના જાણે કે ધજાગરા ઉડી રહ્યા હોય તેમ એક બાદ એક હત્યા સહિતની ઘટનાઓએ પોલીસ વિભાગને દોડતું કરી મુક્યું છે,જિલ્લા જાણે કે પોલીસ નો ખોફ જ ન રહ્યો હોય તેમ ગુનેગારો ગુના ની ઘટનાઓને અંજામ આપતા અચકાતા ન હોય તેમ ચકચારી ઘટનાઓ દીવસે ને દિવસે સામે આવી રહી છે,
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ એલ ઘટનાનું પગેરું શોધે ત્યાંતો બીજી ઘટના સામે આવી રહી હોય તે પ્રકારની સ્થિતિ નું સર્જન છેલ્લા કેટલાય દીવસો થી સામે આવી રહ્યા છે,જ્યાં હત્યા જેવા બનાવો નો ગ્રાફ છેલ્લા એક માસ માં વધી ગયું હોય તેમ લાગી રહ્યું છે,
ગત સાંજના સમયે ભરૂચના દેરોલ થી વિલાયત જતા માર્ગ ઉપર એક યુવકની લોહીથી લથપત ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો,જેમાં યુવક ના ખિસ્સા માંથી મળેલ આધાર કાર્ડ પર તેનું નામ સતીષ કુમાર નરેન્દ્ર ભાઈ વાળંદ ઉ.વ ૨૭ જે સ્થાનિક ખાનગી કંપની માં નોકરી કરતો હોય તેમ માલુમ પડ્યું હતું,તેમજ નજીક માં જ એક બાઇક નંબર જીજે ૧૬ બીઇ ૧૩૩૯ પણ મળી આવી હતી,ઘટના અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસ બે થતા પોલીસે સ્થળ પર પહોંચી લાશ નો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી,
મૃતક સતીષકુમાર વાળંદ ની લાશ ઇજાગ્રસ્ત હાલત માં હોય હાલ પ્રાથમિક તબબકે ભરૂચ તાલુકા પોલીસે હત્યાની આશંકાએ ગુનો દાખલ કરી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે,જોકે ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર મોટી સંખ્યાના લોકટોળા પણ જોવા મળ્યા હતા,
ભરૂચ રૂરલ પોલીસ હજુ તો મૃતક સતીષ ની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ઘટનાનું પગેરું શોધે ત્યાં તો અન્ય એક ઘટના નજીક માં જ વાગરા ના ભેરસમ નજીક વધુ એક ઘટના સામે આવી હતી,જ્યાં સાયખા જીઆઇડીસી વિસ્તાર માં રાત્રીના અંધારા માં ખાનગી કંપની માં કામ કરતા એક મોટરસાયકલ ઈસમ પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી તેની હત્યા કરવામાં આવતા ભારે ચકચાર મચ્યો હતો,તો ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા,
મોટરસાયકલ યુવક પર ફાયરીંગ મામલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતક નજીક ના જ વિલાયત ગામનો અને તેનું નામ અશ્વિન પટેલ હોવાનું બાહર આવ્યું હતું,જેના પર કોઈક ઈસમોએ અંગત અદાવત માં ફાયરીંગ કરી મોત ને ઘાટ ઉતાર્યો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે,હાલ તો બંને મૃતકોનો પોલીસે કબ્જો મેળવી ઘટનાને અંજામ આપનાર હત્યારાઓ સુધી પહોંચવાની કડી પોલીસ વિભાગ મેળવી રહ્યું છે,પરંતુ એક સાથે ગણતરીના કલાકોમાં હત્યા ના બે બનાવોએ પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો છે,અને ઘટના બાદ હત્યાના કારણો અંગે લોકોમાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે,