આમોદના રેવા સુગર નજીક સેન્ટ્રો કારમા આગ લાગતા દોડધામ મચી..

આમોદ તરફ જતાં રેવા સુગર પાસે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડીવારમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે કારમાં આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચથી આમોદ તરફ જતા રેવા સુગર પાસે સેન્ટ્રો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર સૌ કોઇ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટનાથી ભરૂચ આમોદ વચ્ચે વાહન વ્યવહાર પર કલાકો સુધી અસર થવા પામ્યો હતો.આ કારમા આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પરંતુ પ્રાથમિક ધોરણે શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા વાહનોમાં ઓવર હિટિંગ થતા આવા બનાવોમાં વધારો થવાનું પણ મનાઈ રહ્યું છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં રાજપીપળા રોડ પર આઝાદ નગર ખાતેનાં મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..

Tue Mar 23 , 2021
ભરૂચ જિલ્લામાં બુટલેગરો કેટલી હદે બફામ બન્યા છે તેના જીવતા જાગતા પુરાવા અવારનવાર પોલીસ પકદમાં આવતા બુટલેગરો આપી રહ્યા છે, જિલ્લામાં ચાલુ વર્ષે જ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે, અને હજુ પણ પોલીસ કાર્યવાહીમાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે.અંકલેશ્વરનાં જીઆઈડીસી નાં રાજપીપળા રોડ પર આવેલ […]

You May Like

Breaking News