ભરૂચ જિલ્લા એસઓજી પોલીસે ત્રણ ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાંથી એક અંકલેશ્વર બી ડીવીઝન મથકના વિસ્તારમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કુલ-4 કેસો કર્યા હતા.એસઓજી ટીમે ચારેય ગુનામાં કુલ રૂ.14.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ એસઓજી પોલીસ મથકનો સ્ટાફ સી ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.આ સમયે એક XONON પીકપ ટેમ્પો નંબર-GJ-05-BT-8636 માં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર 690 કિલો કિ.રૂ.24,150 પીકપ ટેમ્પોની કિંમત બે લાખ મળીને કુલ 2,24,150 ના મુદ્દામાલ સાથે ચાલક અમિતકુમાર શ્યામબલી વર્માને ઝડપી પાડયો હતો. બીજા કેસમાં એક આયશર ટેમ્પો નંબર GJ-16- X- 6040 ના ચાલક હાસીન યાકુબ કરોડીયાએ વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર 3790 કિલો કિ.રૂ.1,32,650 ટેમ્પાની કિંમત રૂ.4,32,650 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ત્રીજા કેસમાં એક છોટા હાથી નંબર-GJ-16-W- 5781 માં વગર બીલ- બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર 310 કિલો કિ.રૂ.10,850 તથા છોટા હાથી ટેમ્પોની કી.રૂ-2,00, 000 મળીને રૂ.2,10,850 ના મુદ્દામાલ સાથે તેના ચાલક લાડુલાલ તેજમલજી કુંપાવત વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.અન્ય બનાવમાં અંક્લેશ્વર શહેર બી ડીવીઝનમાં એક પીકઅપ ગાડી નંબર GJ-16-AV-6391 માં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર 2290 કિ.ગ્રા. ની કિંમત રૂ.68,700 ગણી તેમજ પીકઅપની આશરે કિમંત 5,00,000 મળી કુલ-રૂ.5,68,700 ના મુદામાલ સાથે ચંદ્રશેખર માનસિંગ જાતે વર્માને ઝડપી પાડ્યો હતો.એસઓજી ટીમે તમામ મુદ્દામાલ કબ્જે કરી ચારેય ઇસમો વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ 41(1) ડી મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેર અને અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારનો મુદ્દામાલ જપ્ત કર્યો, કુલ 14 લાખના મુદ્દામાલ સાથે ચારની અટકાયત
Views: 40
Read Time:2 Minute, 33 Second