ફિંગર પ્રિન્ટ આપવા પોલીસ સ્ટેશનમાં ગયો તો આરોપી સટ્ટાના કેસમાં પકડાયો

Views: 77
0 0

Read Time:1 Minute, 49 Second

દહેજ મરીન પોલીસે ગત બુધવારે જુગારનો કેસ કર્યો હતો. જેમાં સિસ્ટમમાં ક્ષતિન કારણે એક આરોપીના ફિંગર પ્રિંન્ટ લેવાના બાકી હોય તેને પોલીસ સ્ટેશને બોલાવાયો હતો. જે મોબાઇલમાં ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતો હોવાનું માલુમ પડતાં પોલીસેે તેની સામે ગુનો નોંધ્યો છે.દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કેસ નોંધાયો છે. મરીન પોલીસની ટીમે ગત બુધવારે એક જુગારનો કેસ કર્યો હતો. જેમાં ઝડપાયેલાં એક આરોપી ગૌતમ બાબર પઢિયાર (રહે. લખીગામ, તા. વાગરા)ના હાથોની છાપ લેવાના બાકી હોઇ પોલીસે તેને સ્ટેશને બોલાવ્યો હતો. તેના હાથોના ફિંગર પ્રિન્ટ્સ લેવાની કવાયત ચાલી રહી હતી.તે વેળાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગૌતમ મોબાઇલમાં આઇપીએલ પર ઓનલાઇન સટ્ટો રમે છે. જેના પગલે ટીમે તેને અટકાવી તેના મોબાઇલની તપાસ કરતાં તે ક્રિકેટ લાઇવ લાઇન નામની એપ્લિકેશન પર સટ્ટો રમતો હોવાનું જણાતાં તેની આઇડી ઓપન કરી તમામ પ્રકારની ચકાસણી કરતાં તેના આઇડીમાં ઓનલાઇન બેલેન્સ 25 હજારથી વધુ હોવાનું તેમજ તેણે આઇપીએલની રોયલ ચેલેન્જ બેગ્લોર તેમજ ગુજરાત ટાયટન્સ ટીમ વચ્ચેની ક્રિકેટ પર સટ્ટો રમ્યો હોવાનું માલુમ પડતાં તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં મહિલા સેવિકાના પતિએ બે લોકો પર કરેલા હુમલામાં એકનું સારવાર દરમિયાન મોત

Mon May 2 , 2022
Spread the love             ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલા સેવિકાના પતિ કર્તવ્ય રાણાએ અંગત અદાવતમાં બે મિત્રો ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં બન્ને મિત્રોને ઈજા પહોંચી હતી. ત્યારે આ ઘટનાના 13 દિવસ બાદ એક મિત્રનું મોત થયું છે. 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું છે. અગાઉ […]

You May Like

Breaking News

error: Content is protected !!