પત્રકાર એકતા પરિષદ ની ગુજરાત કારોબારી ની બેઠક બનાસકાંઠા જિલ્લા નાં થરાદ ખાતે યોજાઇ…

પત્રકાર એકતા પરિષદ

ગુજરાતભર નાં 32 જિલ્લાઓ માં તાલુકા સાથે પોતાની કારોબારી ધરાવતા ભારતભર નાં એક માત્ર પત્રકાર એકતા પરિષદ ની ગુજરાત રાજ્ય ની પ્રદેશ કારોબારી ની બેઠક યોજાઇ ગઇ.

આજની બેઠક માં મુખ્ય અતિથિ તરીકે માન.સાંસદ શ્રી પરબતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ અતિથિ તરીકે થરાદ ન.પા. નાં ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ રાજપૂત, થરાદ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અજયભાઈ ઓજા, લાયન્સ કલબ નાં પ્રમુખ શ્રી ડૉ.વી.વી. પ્રજાપતિ, રોટરી ક્લબ નાં પ્રમુખ શ્રી જેતશીભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદ નાં શ્રી હિતેન્દ્ર શ્રીમાળી, જે.પી. વ્યાસ, શ્રી રામ સમિતિ તેમજ રથીયાત્રા સમિતિ નાં શ્રી કાશીરામ પુરોહિત તેમજ થરાદ મીડિયા પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક માટે એ.સી. બેઠક હોલ હોટલ ડેઝર્ટ ઈન નાં માલિક શ્રી શંકરલાલ ઠક્કરએ પ્રદાન કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા નાં માર્ગદર્શન હેઠળ આયોજિત કરી પ્રદેશ પ્રભારી તરીકે શ્રી ગૌરાંગભાઈ પંડ્યાને નિમણુક પત્ર એનાયત કરાયું હતું.

તમામ જિલ્લા પ્રમુખ શ્રી , ઝોન પદાધિકારી શ્રી અને નવનિયુક્ત પ્રદેશ પદાધિકારી શ્રી ને સમૃતિભેટ સ્વરૂપે ઘડિયાળ માટે મારૂતીનંદન એન્ટપ્રાઇઝ નાં માલિક શ્રી સુરેશભાઈ આંબલીયા દ્વારા યોગદાન કરાયું હતું.

માઇક સુવિધા માટે મેન્દ્રભાઈ ઓઝા દ્વારા સેવા આપવામાં આવી હતી.

મિટિંગ બાદ સ્વરૂચી ભોજન માટે થાનાજી માનાજી રાજપૂત દ્વારા યોગદાન કરાયું હતું..

ભારતીય સંસ્કૃતિ અને પત્રકાર એકતા પરિષદ ની કાર્યપદ્ધતિ ને અનુસરી મંચસ્થ મહાનુભવો નાં હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં ગુજરાત ભરમાંથી પોતાના જિલ્લામાં સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ શ્રીઓ નું પુષ્પહાર અને સમૃતિ ભેટ આપી બહુમાન કરાયું હતું.

ગુજરાત ભરના 12 ઝોન માંથી પધારેલા ઝોન પ્રભારી શ્રી, ઝોન સહ પ્રભારીશ્રી તેમજ કો-ઓર્ડીનેટર શ્રી ને નિમણુક પાત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

પત્રકાર એકતા પરિષદ ની આગામી યોજના અને કાર્યસુચી નું ભાન કરાવી પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સમગ્ર પ્રદેશ કારોબારી ની જાહેરાત કરી અને તમામ નવનિયુક્ત પદાધિકારી શ્રી ને નિમણુકપત્રો એનાયત કરી અને સ્મૃતિભેટ આપી બહુમાન કરાયું હતું.

નવ નિયુક્ત હોદ્દેદારો ને પોતાના જિલ્લા સિવાય નાં જિલ્લા નાં પ્રભારી તરીકે પણ નિયુક્તિ આપી વહેલી તકે તેમને જવાબદારી સોંપવા માં આવેલા જિલ્લા નાં તમામ પત્રકારો નું રજિસ્ટ્રેશન કરવા આહ્વાન પ્રદેશ અધ્યક્ષ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા ટીમ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી ને 5100 ની રોકડ રકમ ભેટ કરી હતી.

પ્રદેશ કારોબારી ની રચના બાદ સૌ મિત્રો સ્વરુચી ભોજન લઇ નડાબેટ ભારત પાકિસ્તાન સીમા ખાતે નડેશ્વરી માતાજી નાં મંદિરે દર્શન કરી સીમા દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું .

પત્રકાર એકતા પરિષદ ની પ્રદેશ કારોબારી માં ગુજરાત નાં વિવિધ ખૂણેથી પધારેલ 40 જેટલી કાર ને સીમા દર્શન કરાવવા માટે શ્રી કે. ડી. રાજપૂત દ્વારા ખાસ જહેમત ઉઠાવી.

નડાબેટ સીમા દર્શન થી પરત ફરી સૂઇગામ નજીક ચા પાણી લઈ સૌ પદાધિકારી શ્રી સહર્ષ છુટ્ટા પડ્યા હતા.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા જ હથિયારો સાથે શખ્સો ઝડપાયા, છરો અને સિગારેટ લાઇટર ગન કબ્જે કરાઇ

Wed Jun 29 , 2022
અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ રસ્તા સર્કલ પાસેથી રિક્ષામાં હથિયારો લઇ ફરતા ભરૂચના પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ચેકિંગ દરમિયાન શહેર પોલીસને શખ્સો પાસેથી છરો અને સિગારેટ લાઇટર ગન મળી આવી હતી.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે તહેવારોને લઇ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે […]

You May Like

Breaking News