સુરતથી પિયરમાં જવા નીકળેલી મહિલાનો સામાનચોરી થતાં સખી વનસ્ટોપ મદદે આવ્યું
ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર આવેલું છે.જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમને રેખા ( નામ બદલ્યું છે) નામની મહિલા એકલી ફરતી હોય અને તકલીફમાં હોય તેને ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, ભરૂચ ખાતે લાવવામાં આવી હતી.
ત્યાં રેખાને હંગામી ધોરણે આશ્રય આપીને સ્ટાફ દ્રારા તેનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે,તે સુરત જીલ્લાના કડોદરા મુકામે તેમના પતિ સાથે રહેતી હતી.તે તેના પિયર જવા નીકળી હતી તે સમય દરમિયાન તેનો સામાન ચોરાઈ ગયો હતો.જેથી તેની પાસે ઘરે જવાની રકમ ન હોવાથી અંકલેશ્વરમાં અટવાઈ ગઈ હતી.
તે સમયે તેનો વાલિયા ચોકડી પાસે કોઈ અજાણ્યા ઈસમ સાથે ઝઘડો થતા કોઈએ 181 અભયમને જાણ કરતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટર માં લાવવામાં આવેલ હતી.ત્યાં આ મહિલાનું કાઉન્સેલિંગ કરી ને તેમના કુટુંબની માહિતી મેળવી રેખાનું તેમના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું હતું.