ભરૂચ-દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક
– કબૂતરને એક્સ રે માટે મોકલાયું
ઝડપાયેલ કબુતરના પગમાં એક ટેગ લગાડેલું છે . આ ટેગ ઉપર એક નંબર લખવામાં આવ્યો છે. પોલીસે આ ટેગની તપાસ શરૂ કરે તેમાં કોઈ ટ્રેકર કે જીપીસેડ સિસ્ટમ છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. આ ટેગ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે .સામાન્યરીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કે તબીબી તપાસ થાય છે પણ સિવિલ હોસ્પિટલમાં મરીન પોલીસ કબૂતર લઈને પહોંચી હતી. રેડિયોલોજી વિભાગમાં કબૂતરનો x -ray કાઢવામાં આવ્યો હતો જોકે સુરક્ષા કારણોસર રિપોર્ટ ખાનગી રાખવામાં આવ્યો છે.
તાઇવાન પિજન રેસનું કબૂતર પણ હોવાની આશંકા : તાઈવાનમાં પિજન રેસ ખુબ પ્રચલિત છે. આ રેસમાં કબુતરોને ઝડપ અને અંતરના રેકોર્ડ બનાવવા ઉડાવાય છે . આ કબુતરો કેટલીકવાર ભટકી જઈ સમુદ્રમાં કોઈ શિપ ઉપર આશરો લઇ લેતા હોય છે. આ કબુતરો તેજ ઝડપના કારણે જાસૂસી ગતિવિધિની શંકામાં આવતા હોય છે.