એલ.સી.બી પોલીસ વાપીના પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને આમોદથી ઝડપી લીધો
ભરૂચ જિલ્લામાં જાણે ગુના કરનારાઓને પોલીસ તંત્રનો કોઈ જ ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમજ ગુનેગારો ગેરકાનૂની કામોને અંજામ આપી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા હરકતમાં આવ્યું છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડયો હતો
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ એલ.સી.બી ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અમજદ ખાન અઝીઝ ખાન રેહાન રહે, આમોદ દરબાર રોડ, આમોદ, ભરૂચ જેઓએ અગાઉ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચોરીના ગુનામાં અટક કરવામાં આવી હતી અને છેતરપિંડીના ગુના કર્યા હતા.
તે મુજબ ગુનામાં છેલ્લા બે વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જેને આમોદ દરબાર રોડ સરકારી દવાખાના સામેથી ઝડપી પાડીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે આમોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો અને વાપી ટાઉન પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.