ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હતા.અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ એક દુર્ઘટના સર્જાય હતી. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલા કનોડીયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો. આ દરમિયાન વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા 2 ગાયના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે, તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. 2 ગાયના વીજ કરંટ લાગતા મોત નિપજતા તેઓને મોટું આર્થિક નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવી તેવી પશુપાલક દ્વારા માગ કરવામાં આવી છે.
વીજ કરંટ લાગતા 2 ગાયના મોત:અંકલેશ્વર GIDC વિસ્તારમાં વીજ પોલ નજીક ખાડામાં પાણી પીવા જતાં 2 ગાયના મોત; પશુપાલકે કરી સહાયની માગ
Views: 38
Read Time:1 Minute, 23 Second