2600 કરોડથી વધુના ડ્રગ્સનો નાશ કરાયો:અંકલેશ્વરની બેઈલ કંપનીમાં રાજ્યમાં પકડાયેલા 4277 કિલો ડ્રગ્સના નાશની પ્રક્રિયા હાથ ધરાઈ; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા
અંકલેશ્વરમાં સોમવારના રોજ સમગ્ર રાજ્યમાંથી પકડાયેલા 4,277 કિલો ડ્રગ્સ જેની કિંમત રૂ. 2,614 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા અંકલેશ્વરની બેઈલ કંપની ખાતે ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં આવી.
સમગ્ર ગુજરાતમાં ATS અને વિવિધ એજન્સીઓએ 4277 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. રૂપિયા 2,614 કરોડના ડ્રગ્સના મુદ્દામાલના નાશની પ્રક્રિયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિહાળી હતી. આ ડ્રગ્સ નાશની પ્રક્રિયામાં રાજ્યોની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં વાત કરીએ તો હેરોઇન 433 કિલો, મેઠાસીટામાઇન 60 કિલો સાથે ગાંજો, અફીણ અને ચરસ સાથેનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેની સમગ્ર માહિતી સીઆઇડી ક્રાઇમના પરીક્ષિતા રાઠોડે આપી હતી. NCBના તમામ પ્રાદેશિક એકમો અને રાજ્યોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 1 જૂન, 2022થી 15 જુલાઇ, 2023 સુધીમાં લગભગ 8,76,554 કિલોગ્રામ જપ્ત કરાયેલા ડ્રગ્સનો સામૂહિક રીતે નાશ કર્યો.