વડોદરા ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલના પુત્રને રાષ્ટ્રીય સ્તરે સ્વીમીંગ માં સારો દેખાવ બદલ ૩ લાખ ની સ્કોલરશપિ અપાઇ..સ્પોંટસ ઓથોરીટી ઓફ ગુજરાત ની વડોદરા એકેડમી માં વિવેકસિંહ બોરલીયા પાસે તાલીમ લઇ રહેલ છે.વડોદરા ગ્રામ્યના પોલીસ કોન્સટેબલ ના પુત્ર રૂદ્રસિંહ વિજયસિંહ ગોહિલ ને સ્વીમીંગ / બાયથલોન /ટ્રાયથલોન / દરીયાઇ તરણ ર્સ્પધામાં રાષ્ટ્રીય કક્ષાએ સીધ્ધી મેળવવા બદલ રાજયના DGP એ રૂ. ૩ લાખની સ્કોલરશીપ આપેલ છે.વડોદરા ગ્રામ્યના પોલીસ કોન્સટેબલ વિજયસિંહ ફૂલજીભાઇ ગોહિલ જીલ્લા સ્તરીય ઇ-ગુજકોપ ની કામગીરી કરી રહેલ છે તેઓને ર્વષ – ૨૦૨૧ માં NCRB NEW DELHI તરફથી CCTNC/ICJS GOOD PRACTICES એર્વોડ મેળવેલ છે. તેઓના પુત્ર રુદ્રસિંહ ગોહિલ એ ર્વષ – ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં ૬ રાષ્ટ્રીય કક્ષાની સ્વીમીંગની વવિધિ ર્સ્પધા જેવી બાયથલોન (મહારાષ્ટ્ર) / ટ્રાયથલોન (વડોદરા) / ફીન્સ સ્વીમીંગ (ઇન્દોર), સ્વીમીંગ (દલ્હિી) અને સમુદ્ર તરણ ર્સ્પધા(પોરબંદર) માં ભાગ લઇ ૦૨ ગોલ્ડ અને ૦૨ સીલ્વર મેડલસ જીત્યા છે. રુદ્રસહિ સ્વીમીંગ સાથે સાથે સાયકલીંગ અને ટ્રાયથ્લોન માં પણ ભાગ લે છે તેઓએ આજે ગાંધીનગર સ્થતિ ડીજીપી કચેરી ખાતે રાજયના પોલીસ વડા વિકાસ સહાય એ પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂદ્રસિંહ ગોહિલ ને રૂ. ૩ લાખની સ્કોલરશીપ નો ચેક એનાયત કરેલ છે . ગુજરાત પોલીસ તરફ થી વવિધિ રમત ક્ષેત્રે પ્રતભિા ધરાવતા પોલીસ ર્કમચારી અને તેમના સંતાનો ને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રૂદ્રસિંહ ધોરણ – ૮ માં અભ્યાસ કરતો હતો ત્યારે રાજય સરકારની ખેલ પ્રોત્સાહક યોજના હેઠળ સ્વીમીંગ માં પસંદ થયેલ હતો તેમજ રુદ્રસિંહ રોજ સવારે ૫ થી ૭ વાગે વડોદરા સ્થતિ સ્પસ્પ્લટસ ઓથોરીટી ઓફ ગુજરાત ની સ્વીમીંગ એકેડમી ખાતે ડ્રીસ્ટ્રીક કોચ વવિકસિંહ બોરલીયા પાસેથી તાલીમ મેળવી રહેલ છે.
:- તસ્લીમ પીરાંવાલા… વડોદરા..