0
0
Read Time:58 Second
ભરૂચ જિલ્લામાં આજે બુધવારથી 12થી 14 વર્ષના કિશોરોને કોવિડ-19 સામે સુરક્ષાકવચ રૂપે વેક્સિનેશનનો આરંભ થયો હતો. આજે પહેલા દિવસે જ ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વેક્સિન મુકાવવા કિશોરોએ ઉત્સાહ દાખવ્યો હતો.ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ ઉપરાંત 12થી 14 વર્ષ સુધી એટલે 2008થી 2010 સુધી જન્મેલા શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. અંદાજીત 58 હજાર બાળકોનું રસીકરણ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન હાથ ધરાયું છે. સાથે જ બીજો ડોઝ લીધાને 9 માસ પુરા કરેલા હોય તેવા 60થી વધુ ઉંમરના નાગરિકો માટે પ્રિકોશન ડોઝનું આયોજન કરાયું છે.