ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવની સાફસફાઇ અને માવજતના અભાવે તળાવમાં વસતાં દુર્લભ અને શિડ્યુઅલ 1માં આવતાં કાચબાઓના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો હોવાની રાવ સાથે સ્થાનિકો વર્ષ 2009થી લડત આપી રહ્યાં છે. ત્યારે હવે પાલિકા દ્વારા 9.15 કરોડના ખર્ચે તળાવની કાયાપલટ કરે તેવા આસાર મળી રહ્યાં છે.ભરૂચ નગરપાલિકાના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, શહેરના ઐતિહાસિક રતન તળાવની ટૂંક સમયમાં જ કાયાપલટ કરવામાં આવશે. છેલ્લાં કેટલાંય વર્ષોથી રતન તળાવની સફાઇ તેમજ તેમાં વસતાં દુર્લભ શિડ્યુઅલ – 1માં આવતાં કાચબાના થતાં મોતને કારણે તળાવની માવજત કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં હતાં.દરમિયાનમાં પાલિકાએ રતન તળાવના નવનિર્માણ માટે 9.15 કરોડનું ટેન્ડર બહાર પાડી દીધું છે. જેમાં વરસાદી તેમજ રહેણાંક વિસ્તારના ગંદા પાણીનું ડ્રેનેજ નેટવર્ક તેમજ પમ્પિંગ સ્ટેશન, વોકવે, ડિવોટરિંગ એન્ડ ડિસીલીંગ, કંપાઉન્ડ વોલ, વોચમેન કેબીન, લેન્ડ સ્કેપ, ટોઇલેટ બ્લોક, લાઇટીંગ તેમજ અન્ય ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી ઇજારદારે કરવાની રહેશે. પાલિકા દ્વારા ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થઇ જશે તેમ જણાવ્યું છે.
ભરૂચ શહેરની સુંદરતાનું રતન બનશે તળાવ
Views: 124
Read Time:1 Minute, 39 Second