અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. આ બેઠક ગુજરાત ઝોન-6ના પ્રભારી ભરતસિંહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ઝોન-6ના કો-ઓર્ડીનેટર મનોજભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ વિપુલ રણા, ઉપપ્રમુખ શૈલેષ પંડ્યા, વૈભવ રાઠોડ, અમિત ઉપાધ્યાય તેમજ જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતમાં મેઘરજ એપીએમસી ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં મેઘરજ તાલુકાના પત્રકાર એકતા સંગઠનમાં મેઘરજ તાલુકાના પ્રમુખ તરીકે અલ્પેશસિંહની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્ર પટેલ (જીતપુર, ઇસરી) તેમજ રહીમભાઈ ચડી (મેઘરજ)ની નિમણૂંક કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે મહેશ પ્રજાપતિ, સહમંત્રી સંજય ચૌધરી અને આશિષ વાળંદ, ખજાનચી તરીકે રહીમ બઁગા અને આઈટી સેલ ઈન્ચાર્જ તરીકે નવનીત શર્માની સર્વાનુમતે નિમણૂંક બિનહરીફ કરવામાં આવી હતી.
આ બેઠકમાં અન્ય એક તાલુકા એવા માલપુરની પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના પણ કરવામાં આવી હતી. માલપુર તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે હેરિક ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે આલ્ફાઝ મીરઝા અને અલ્પેશ ભાટિયાની નિમણૂંક કરવામાં આવી હતી. ઉપરાંત મહામંત્રી તરીકે ગંભીર બારીયા, સહમંત્રી તરીકે નમન પંડ્યા અને વનરાજ બારીયા, ખજાનચી તરીકે નિખિલ દરજી, આઇટી સેલ ઈન્ચાર્જ તરીકે જશુભાઈ ખાંટ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી.