નર્મદા
રાજપીપળા નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.જાટ એસ.ઓ.જી. શાખા નર્મદા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે મોવી ખાતેથી પસાર થતી કરજણ ડેમથી વાડી સુધીની પાણીના પાઈપ લાઈનની રોડ ક્રોસીંગ વાળી જગ્યાએથી ચંદુભાઈ જીવરાજભાઈ પનાળીયા( રહે.ઝોબાળા તા.ચુડા જી.સુરેન્દ્રનગર )પાસેથી ગેરકાયદેસરનો વિસ્ફોટક મુદ્દામાલ ( ૧ ) ૨૨ સેમી.લંબાઈની જીલેટીન સ્ટીક નંગ ૩૯ કિ.રૂ .૨૩૪૦ ) તથા ( ૨ ) ઈલેક્ટ્રીક ડીટોનેટર વાયર સાથે નંગ -૫૦ ની કીમત રૂ .૫૦૦ તથા એક મોબાઈલ કી.રૂ. ૫૦૦૦ તથા ટ્રેક્ટર કોમેશર સહીત કિ.રૂ .૧,૫૦,૦૦૦ નો ગણી કુલ કિ . રૂ .૧,૫૭,૮૪૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા આ મુદ્દામાલ મંગાવનાર બ્રીજેશભાઈ પ્રવિણભાઇ પટેલ ( ગોલાણી )( મુળ રહે.ઝોબાળા તા.ચુડા જી.સુરેન્દ્રનગર હાલ રહે.અમદાવાદ )તથા મુદ્દામાલ આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી રાજપીપલા પોલીસ સ્ટેશનમાં એક્ષપ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.