અંકલેશ્વર સારંગપુર ના ગાંધી માર્કેટ થી ગુમ 7 વર્ષીય બાળક ને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો ફરિયાદ નોંધાય ને તેના બીજા દિવસે બાળક ની ભાળ મળી ગઈ હતી. પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. માહિતી મોકલી કે થોડી વાર મા જ ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક થી પોલીસ ને ફોન આવ્યો કે તમે જે બાળક ને શોધો છો એ મારી પાસે છે. અને બાળક જાગૃત નાગરિક ની ચતુરાય ને લઇ પોલીસ ને મળતા પરિવાર સાથે સુખદ મેળાપ થયો હતો.ઘટનાના મૂળ સુધી જઈએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના વેપાર સાથે સંકળાયેલા અબ્દુલ ગની ખાન મૂળ ઉત્તરપ્રદેશના છે વેપાર માટે તેઓ અંકલેશ્વર આવીને વસ્યા છે. અબ્દુલ ગની ખાનની પત્ની વતન ઉત્તર પ્રદેશ ખાતે ગઈ છે. જરુરી કામ હોવાથી મહિલા પોતાના પુત્રને પતિ પાસે મૂકીને ગઈ હતી.માતા વગર સાત વર્ષીય પુત્ર ફહીમનું અંકલેશ્વરમાં મન લાગતું હતું. ફહીમ પિતા પાસે માતાને મળવાની સતત જીદ કરવા લાગ્યો હતો. પિતા બે-ત્રણ વખત આશ્વાસન આપી પોતાના કામે લાગી ગયા હતા. હવે ફહીમ ની ધીરજ ખૂટવા માંડી હતી. ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર બાળક સેંકડો કિલોમીટર દૂર માતાને મળવા નીકળી ગયો હતો.
અંકલેશ્વરમાંથી ગુમ બાળક હેમખેમ મળી આવ્યો
Views: 96
Read Time:1 Minute, 47 Second