કરજણ ટોલટેક્ષથી આગળ હાઇવે ઉપર દેથાણ ગામ નજીક જૈન દેરાસરમાંથી મુર્તીની આંખો, તીલક ઉપરની સોના ની પટ્ટીઓ તથા દાનપેટીમાંથી રોકડા રૂપીયાની ચોરી કરેલ.

Views: 32
0 0

Read Time:5 Minute, 53 Second


તેમજ ભરૂચ,સુરત,વલસાડ,પાટણ,પાટણ અમદાવાદ, ખેડા જેવા અલગ અલવ જગ્યાએનો ચોરીનો ભેદ ઉકેલાયો..

ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં જૈન દેરાસરો/દાદા ભગવાન મંદિર તથા અન્ય મંદિરોમાં થયેલ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજયની “ગરાસીયા ગેંગ”ના સાગરીતોને ઝડપી પાડી મંદિર ચોરીના ૦૮ ગુનાઓ ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકીંગ તેમજ શકમંદ ઇસમોની બાતમી હકિકત મેળવી મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના/માર્ગદર્શન
આપવામાં આવેલ.છે સુ.શ્રી સી.એન.ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય નાઓના સુપરવિઝન તેમજ માર્ગદર્શન હેઠળ, કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ ધ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને જરૂરી સુચના/માર્ગદર્શન આપી મિલકત સંબંધી ગુનાઓ શોધવા તેમજ બનતા અટકાવવા અર્થે અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેઓને ચેક કરવા તેમજ જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકીંગ તેમજ અંગત બાતમીદારોનો સંપર્ક કરી ગુનાઓ શોધવા સતત પ્રયત્નો કરવા જણાવેલ, જેઅન્વયે કરજણ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૨પ૨૪૦૧૨૭૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧ (૩),૩૩૧(૪),૩૦૫(ડી) મુજબનો ગુનો શોધવા સારૂ આર.બી.વનાર પો.સ.ઈ. એલ.સી.બી. નાઓના સુપવરિઝન હેઠળ કાર્યરત હતી જે તપાસ દરમ્યાન શ્રી આર.બી.વનાર, પો.સ.ઈ. એલ.સી.બી. તથા આ.હે.કો. મહેશગીરી દશરથગીરી બ.નં.- ૧૮૯ નાઓએ ચોકકસ દિશામાં ટેકનીકલ વર્ક આઉટ કરી માહીતી મેળવેલ કે, જૈન દેરાસરમાં ચોરી કરનાર રાજસ્થાન રાજયના સીરોહી જીલ્લાના પીંડવાડા તાલુકાની “ગરાસીયા ગેંગ” સક્રિય છે આ ચોર ઇસમો જૈન દેરાસરો/મંદિરોમાં પથ્થરો ઘસવાની કામગીરી કરે છે જેથી મંદિર/દેરાસરમાં ચઢાવવામાં આવેલ આભુષણો, મુર્તી તથા દાનપેટી બાબતે સંપુર્ણ માહીતીગાર હોય છે, આ ઇસમો ધ્વારા હાઇવે રોડને અડીને જૈન દેરાસર/મંદિરની ચોકકસ માહીતી મેળવી રાત્રીના સમયે આવી ચોરીના ગુનાને અંજામ આપવામાં આવે છે જે આધારે એલ.સી.બી.ની એક ટીમને રાજસ્થાન રાજયના સીરોહી જીલ્લાના પીંડવાડા તાલુકાના કુંડાલ ગામ ખાતે રહેતા ચોર ઇસમોની તપાસ અર્થે મોકલવામાં આવેલ જે દરમ્યાન બે ચોર ઇસમો તેમજ ગુનામાં વપરાયેલ ઇકો ગાડી સાથે મળી આવતા તેઓને હસ્તગત કરવામાં આવેલ.

પકડાયેલ આરોપી

૧) લાલારામ ગંગારામ સોહન (ગરાસીયા) રહે. કુંડાલ ગામ પંચાયત વરલી, તા.પીંડવાડા જી.સીરોહી (રાજસ્થાન)
૨) સુનીલાલ ઉર્ફે સીનારામ બાબુલાલ સીસોદીયા (ગરાસીયા) રહે. કાલુમ્બરી પંચાયત વરલી, તા.પીંડવાડા જી.સીરોહી (રાજસ્થાન)

ઉપરોકત પકડાયેલ બન્ને ઇસમોને અત્રેના જીલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેથાણ નજીક આવેલ જૈન દેરાસરમાં થયેલ ચોરીના ગુના બાબતે પુછપરછ કરતા પકડાયેલ ઇસમો પૈકી લાલારામ ગંગારામ સોહન નાનો મંદિરમાં પથ્થર ઘસવાની મજુરી કામ કરતો હોય, જેથી તેના ગામની આજુબાજુના વિસ્તારમાંથી ઘણા લોકો મંદિરમાં પથ્થર ઘસવાનું કામ કરતા હોય જેથી ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં મજુરી અર્થે આવતા હોય છે ત્યારે હાઇવે રોડ નજીક એકાંત વાળા જૈન દેરાસર કે મંદિર જોઈ રાખતો અને ગુગલ મેપ ધ્વારા પણ હાઇવે નજીકના જૈન દેરાસર કે મંદિરને ચોરી કરવા માટે શોધી રાખી તેના બીજા સાથીદારોને તેના વાહનમાં લઇ આવી લોખંડનો સળીયો, ડીસમીસ, નાની કોસ વિગેરે જેવા સાધનો લઇને દેરાસર/ મંદિરના તાળા તોડી આભુષણો, દાન પેટી વિગેરેની ચોરી કરી પોતાના વતનમાં પરત જતા રહેતા હોવાની હકિકત જણાવેલ હતી પકડાયેલ બન્ને આરોપીઓની પુછપરછ ઉપરથી વડોદરા ગ્રામ્ય જીલ્લા તથા ગુજરાત રાજયના અન્ય જીલ્લાના નીચે મુજબના જૈન દેરાસર/મંદિરમાં ચોરીના ગુનાઓને અંજામ આપેલ હોય જે ગુનાઓ શોધાયેલ છે…

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… કરજણ..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની સારી ચાલચલગતના લીધે 14 વર્ષે જેલમુક્ત કરાયો

Thu Nov 14 , 2024
Spread the love             ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ સારી વર્તણુકના લીધે આજરોજ જેલમુક્ત કરવામાં આવ્યો હતો.કેદીની જેલમુક્તિ થતા પરિવાર જનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની […]
ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની સારી ચાલચલગતના લીધે 14 વર્ષે જેલમુક્ત કરાયો

You May Like

Breaking News

error: Content is protected !!