અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ગુરૂકૃપા સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા ચિંતન પંડ્યા ગતરોજ પોતાનું મકાન બંધ કરી અંકલેશ્વરમાં રહેતા તેઓની સાસુની તબિયત સારી ન હોવાથી તેઓના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં રહેલ રોકડા રૂપિયા સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે તેઓના ઘરની સામેના તુષારભાઈ મકવાણાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સવારે મકાન માલિક ઘરે આવતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતાં તેઓને ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં તેઓએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરી હતી પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.ચોરીની સમગ્ર ઘટના નજીકના મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બાઇક પર આવેલ ત્રણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પાડ્યા હતા. પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.તો આવી જ રીતે મનોરથ સોસાયટીમાં આવેલ મકાન નંબર-23માં રહેતા જીતુભાઈ અરજણભાઈ વઘાસિયાના મકાનને પણ નિશાન બનાવી રોકડા રકમ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્રણેય ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ગુરૂકૃપા સોસાયટીના બે બંધ મકાનો સહિત મનોરથ સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ…
Views: 73
Read Time:2 Minute, 6 Second