ફરીયાદી: એક જાગૃત નાગરિક આક્ષેપિત: (૧) પ્રકાશભાઇ નાથુજી ચૌહાણ ઉ.વ. ૪૯ ધંધો- નોકરી વોર્ડ ઇન્સ્પેકટર, વર્ગ-૩, પશ્ચિમ ઝોન, ઉસ્માનપુરા, અ.મ્યુ.કો. રહે, બી/૪૩, રાજેશ્વરી સોસાયટી, સોમેશ્વર ટેનામન્ટની પાછળ, રાણીપ, અમદાવાદ (૨) મનોજકુમાર દેવેન્દ્રકુમાર ત્રિવેદી ઉ.વ. ૫૨ ધંધો- કન્સલ્ટન્ટ અ.મ્યુ.કો. રહે, ૧૪૦૦, સાળવીનો ખાંચો, ઘનાસુથારની પોળ, કાલુપુર, અમદાવાદ. ગુનો બન્યા તા: ૨૨/૦૩/૨૦૨૧ લાંચની માંગણીની રકમ: ૩૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ: ૩૦,૦૦૦/- રીકવર કરેલ રકમ: ૩૦,૦૦૦/- ગુનાનું સ્થળ: અ.મ્યુ.કો.પશ્ચિમ ઝોનની કચેરી, ઉસ્માનપુરા, અમદાવાદ
ગુનાની ટુંક વિગત:
આ કામમાં ફરીયાદીશ્રીએ સને-૨૦૧૭ માં બે દુકાનો ખરીદેલ ,જે બન્ને દુકાનો આશરે સોળેક માસ જેટલી બંધ હોય જે દુકાનોમાં બંધ સમય દરમ્યાનના પ્રોપર્ટી ટેક્ષમાં ક્રેડીટ કરી આપવા તેમજ બન્ને દુકાનોમાં ફરીયાદીશ્રીનું નામ અ.મ્યુ.કો. માં રજિસ્ટર કરવા બન્ને દુકાનોના પ્રોપર્ટી ટેક્ષ બિલ ફરીયાદીશ્રીના નામે કરવા આક્ષેપિત નંબર (૧) નાએ આક્ષેપિત નંબર (૨) મારફતે ફરીયાદીશ્રી પાસે રૂ. ૩૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી ફરીયાદીશ્રીએ વિનંતી કરતા રકઝકના અંતે રૂ. ૩૦,૦૦૦/- નક્કી કરી આજ રોજ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નંબર (૧) તથા આક્ષેપિત (૨) હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે લાંચ લેતા રંગેહાથે પકડાઇ ગયેલ.નોંધ: ઉપરોક્ત આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપીંગ ઓફીસર: પો.ઇન્સ.શ્રી. કે.કે.ડીંડોડ અમદાવાદ શહેર, એ.સી.બી.પો.સ્ટે., અમદાવાદ શહેર. સુપર વિઝન અધિકારી: શ્રી.કે.બી.ચુડાસમા મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ.