એક તરફ હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. માત્ર બે જ પેપર પૂર્ણ થયા છે ત્યાં નેત્રંગમાં રેલવે વિભાગ દ્વારા છેલ્લા 30 વર્ષથી કોઈ કાર્યવાહી ન કરતાં પરીક્ષાના માહોલ વચ્ચે જ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 131 ઘરોના દબાણો દૂર કરાતા આ ઘરો પૈકી 4 પરિવારના બાળકો હાલમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.આવા સંજોગોમાં આ પરિવારના ઘરો પણ દબાણોમાં આવતા તોડી પાડવામાં આવ્યા હતા. એક તરફ પરીક્ષાની ચિંતા અને બીજી તરફ છત છિનવાઈ જતાં ઐશ્વર્યા રાવળ, દેવયાની ગૌતમ,મિત પટેલ, હિરલ અને અમીશા નિકકમની ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા હતી. તેમના ઘર તૂટતા વિદ્યાર્થીનીઓ ચિંતામાં રડી પડ્યાં હતાં. હવે ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બીજાના ઘરે આશરો લઈ પરીક્ષાની તૈયારી કરી પરીક્ષા પૂર્ણ કરવા વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે.
બોર્ડની પરીક્ષા ટાણે જ છત ગુમાવી છતાં ભવિષ્ય સુરક્ષિત કરવા છાત્રાઓ મક્કમ
Views: 89
Read Time:1 Minute, 15 Second