નડિયાદ /ઠાસરાની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવાનને સસ્પેન્ડ કરતા પત્ની સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, સારવાર બાદ પતિ પત્નીની કોઈ ભાળ નથી….

Views: 79
0 0

Read Time:3 Minute, 32 Second

નડિયાદઃ ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. નાની નાની બાબતમાં લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે આવી એક ઘટના નડિયાદમાં પ્રકાશમાં આવ્યો હતો. અહીં નડિયાદ મામલતદાર કચેરી બહાર આણંદના ખ્રિસ્તી દંપતી દ્વારા આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. આણંદના પાધરીયા વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી પરિવારનો યુવાન ઠાસરાની શાળામાં નોકરી કરતો હતો.પરંતુ થોડા સમય અગાઉ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. અનેક રજૂઆતો બાદ પણ શાળા સંચાલકો દ્વારા તેની રજૂઆત નહીં સાંભળતા આજરોજ મેકવાન દંપતી આપઘાત કરવા માટે નડિયાદ પાસ્ટર સેન્ટર માં આવ્યું હતું. જોકે તેઓ કોઈ પગલું ભરે તે પહેલા પોલીસે બંનેની ધરપકડ કરી મામલતદાર કચેરીમાં રજુ કર્યા હતા. પરંતુ દંપતીએ કચેરી બહાર જ ઝેરી દવા પી લીધી હતી.સમગ્ર ઘટના બાબતે મામલતદાર કચેરી દ્વારા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરી છે. આણંદના પાધરીયા વિસ્તારમાં રહેતા રેન્સી નિર્મલભાઈ મેકવાન ઉ.32 ઠાસરાની સચ્ચિદાનંદ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.દરમિયાન તેઓએ શાળામાં જ અભ્યાસ કરતી આયશાબાનું નામની 22 વર્ષીય યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ રેન્સી ફરજ પર હાજર થવા જતા શાળા સંચાલક મંડળ દ્વારા તેઓને ફરજ પરથી મોકૂફ કરી દીધી હતા. જેથી રેનીસે અનેકવાર શાળા સંચાલક મંડળને રજુઆત કરી હતી. પરંતુ સંચાલક મંડળ દ્વારા રેનીસ ની વાત સાંભળી ન હતી.વારંવાર ની રજૂઆત બાદ પણ નોકરી નહી મળતા રેનીસ અને આયશાબાનું એ નડિયાદ પાસ્ટર સેન્ટરમાં જઈ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે મુજબ આજે સવારે 11.30 વાગ્યે દંપતી પાસ્ટર સેન્ટર પહોંચી ગયું હતું. જોકે નડિયાદ પશ્ચિમ પોલીસને આ બાબતે જાણ થઈ જતા તેઓએ દંપતીને ઝડપી અટકાયતી પગલાં લીધા હતા. અને બપોરે 4.30 વાગ્યે મામલતદાર કચેરીમાં જામીન માટે રજુ કર્યા હતા. જ્યાં દંપત્તીને જામીન આપી છુટા કરવામાં આવ્યા હતા.પરંતુ જામીન મેળવ્યા બાદ મામલતદાર કચેરી બહાર જ દંપતીએ આત્મહત્યા કરવાના ઈરાદે ઝેરી દવા પી લીધી હતી. જેથી સ્થાનિકોએ 108 બોલાવી દંપતીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ દંપતી ખાનગી હોસ્પિટલમાં જવા નીકળ્યું હતું. પરંતુ તે ક્યાં ગયા તે બાબતે રહસ્ય ઘેરાયું છે. જોકે મામલતદાર કચેરી દ્વારા ઘટના મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં કાયદેસર કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મધ્યપ્રદેશના શ્રમિકોની પિકઅપ વાનને વાલિયાના ચમારિયા ગામ નજીક અકસ્માત નડ્યો, 15થી વધુ લોકોને ઇજાગ્રસ્ત...

Wed Nov 17 , 2021
Spread the love             વાલીયા નેત્રંગ રોડ ઉપર ચમારિયા ગામના પાટિયા નજીક માર્ગ પર જાનવર આવી જતાં પિકઅપ વાન વૃક્ષને અથડાયા બાદ પલટી જતા મધ્યપ્રદેશના 9 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.મધ્યપ્રદેશના નેવાલી તાલુકાના જામનીયા ગામના રોવિન સોનારિયા બોલડે અન્ય 17થી વધુ શ્રમિકો સાથે મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર(MP-10.G-3141)માં સવાર થઈ મધ્યપ્રદેશથી જંબુસર ખાતે […]

You May Like

Breaking News

error: Content is protected !!