દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયાં છે. ત્યારે નીરજ નામ વાળાઓની લોટરી નીકળી હતી. ભરૂચમાં નીરજ નામધારીઓને એક પેટ્રોલ પંપના માલિકે 500 રૂપિયાના મફત પેટ્રોલની જાહેરાત કરી હતી ત્યારે પેટ્રોલ પંપ સંચાલકે 2 દિવસમાં રૂપિયા 15 હજારનું 150 લિટર જેટલું પેટ્રોલ વિનામૂલ્યે આપ્યું હતું.ભારતની એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની 121 વર્ષની પ્રતિક્ષા દુર થઈ છે. ભાલા ફેંકમાં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એથ્લેટિક્સ કોઈપણ ઓલિમ્પિકનું મુખ્ય આકર્ષણ છે, પરંતુ આજદિન સુધી કોઇપણ ભારતીય આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો નથી. જે કિર્તીમાન નીરજ ચોપડાએ હાંસલ કરતાં સમગ્ર દેશભરમાં ગૌરવની લાગણી જોવા મળી છે.ભરૂચ જિલ્લાના નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલા એસ.પી પેટ્રોલ પંપના માલીક ઐયુબ પઠાણે પણ નીરજને સન્માનિત કરવા માટે એક અનોખી પહેલ કરી હતી. તેમણે પોતાના પેટ્રોલપંપ ઉપર સોમવારના સાંજના પાંચ વાગ્યા સુધી નીરજ નામના કોઈપણ વ્યક્તિ પેટ્રોલ ભરાવા આવે તો તેને રૂ.501નું પેટ્રોલ મફતમાં ભરી આપવાની જાહેરાત કરવામાં આવતા નીરજ નામધારી વ્યક્તિઓ ઓળખપત્ર લઈ પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા અને મફતમાં પેટ્રોલ મેળવ્યું હતું.પેટ્રોલ પંપના સંચલકના જણાવ્યા અનુસાર, આ ઓફર દરમિયાન તાલુકાના તથા આસપાસના મળી કુલ 28 નીરજ નામના વ્યક્તિઓએ મફત પેટ્રોલ મેળવ્યું હતું. નેત્રંગના પેટ્રોલ પંપ સંચાલકે 2 દિવસમાં 15 હજાર રૂપિયાનું પેટ્રોલ વિના મૂલ્યે આપ્યું હતું અને ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાનું અનોખી રીતે સન્માન કર્યું હતું.
નેત્રંગના પેટ્રોલ પંપ સંચાલકે 2 દિવસમાં 28 ‘નીરજ’ને રૂ. 15 હજારનું પેટ્રોલ વિના મૂલ્યે આપ્યું..
Views: 82
Read Time:2 Minute, 24 Second