અંકલેશ્વર પાલિકા દ્વારા તાજેતર માં વોર્ડ નમ્બર 8 માં આવેલ સુરતી ભાગોળ વિસ્તાર માં ડ્રેનેજ લાઈન નું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અને લોકો ને ડ્રેનેજ લાઇન ના જોડાણ આપવામાં આવ્યા છે. જો કે પાલિકા દ્વારા આ જોડાણ આપ્યા બાદ તેની મુખ્ય લાઇન માં જોડાણ કરવાનું ભૂલી ગઈ છે. જેને લઇ સ્થાનિકો માટે વિચિત્ર સમસ્યા સર્જાઈ છે.રોજ સવારે પાણી આવતાજ ની સાથે સાથે ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે. તેમજ લોકો ના ઘર માં ચોકડી તેમજ બાથરૂમ અને શૌચાલય ઉભરાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસ ઉપરાંત થી આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે.આ અંગે પાલિકા માં જાણ કરતા તેમજ દ્વારા બસ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. પણ લાઇન શરુ કરવા માં કે મુખ્ય લાઈન માં જોડાણ આપવામાં આવી નથી. રહ્યું . જેને લઇ લોકો માં ભારે રોષ ફેલાયો છે. પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિક મહિલા ઓ એ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિના થી આવીજ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે વારંવાર રજુઆત કરી છે છતાં કામ થતું નથી. બાળકો અને પરિવાર ના આરોગ્ય પણ હવે તો બગાડી રહ્યા છે. જો પાલિકા વહેલી ટકે સમસ્યા નો ઉકેલ નહિ આપે તો અમારે પરિવાર સાથે પાલિકા કચેરી મેં ધામા નાખી રહેવું પડશે.જે થી આવી નરકાગાર પરિસ્થિતિ માંથી તો છુટકારો મળશે. તો વિપક્ષ ના સભ્ય બખ્તિયાર પટેલ એ જણાવ્યું હતું કે પાલિકા ની અધૂરી કામગીરી નો ભોગ જનતા બની રહી છે. મુખ્ય લાઈન માં જોડાણ આપતા નથી અને લોકો ના ધરો માં દુષિત પાણી હવે તો આવી રહ્યું છે.આ અંગે વારંવાર ધ્યાન દોર્યું હોવા છતાં સત્તાપક્ષ ની ઊંઘ ઊડતી નથી. અને બસ ખોટા વિકાસ ની વાત કરી પ્રજા ને ભ્રમિત કરી રહી છે.
પાલિકાએ ડ્રેનેજ લાઈન તો નાખી પણ મુખ્ય લાઈનમાં જોડાણ આપવાનું ભૂલ્યા..
Views: 73
Read Time:2 Minute, 24 Second