ભરૂચભરૂચની નર્મદા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જવાનોની કામગીરી સામે આજે કરણી સેનાનાં આગેવાનો દ્વારા સ્થાનિકોને સાથે રાખીને રજુઆત કરવામાં આવી હતી, કરણી સેનાનાં આગેવાનોનાં જણાવ્યા મુજબ ઓસારા, હલદરવા સહિતના ગામનાં યુવાનો મોટર સાયકલ લઇ તેઓના કામ ધંધે જતા હોય છે પંરતુ નર્મદા ચોકડી પર ઉભા રહેતા ટ્રાફિક પોલીસનાં જવાનો તેઓને રોકી લાઇસન્સ સહિતની બાબતોને લઈ દંડ કરતા હોય છે.કરણી સેના દ્વારા આજે સ્થાનિકોને સાથે રાખી ટ્રાફિક પોલીસમાં રજુઆત કરી હતી કે પોલીસનાં આવા વલણનાં કારણે યુવાનો નોકરીએ જતા પણ અચકાઈ રહ્યા છે, અને પોલીસ વિભાગ મધ્યમ અને ગરીબ વર્ગમાં વાહન ચલાકોને પ્રથમ ઠપકો આપી સમજાવીને જવા દે અને ત્યારબાદ જો કોઈ પાલન ન કરે તેને કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.પોલીસ વિભાગનાં કર્મીઓએ પણ કરણી સેનાએ કરેલ રજુઆતને ધ્યાન ઉપર લીધી હતી અને યોગ્ય આશ્વાસન આપ્યું હતું, મહત્વની બાબત છે કે હલદરવા અને ઓસારા તરફનો માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો હોય તે મામલે પણ કરણી સેનાએ આવતી કાલે કલેક્ટર કચેરીમાં રજુઆત કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું.
ભરૂચની નર્મદા ચોકડી પર વાહન ચાલકોને પોલીસ દ્વારા થતા દંડ બાબતે ટ્રાફિક પોલીસમાં કરણી સેનાની રજુઆત…
Views: 74
Read Time:1 Minute, 36 Second