ભરૂચ: કોરોના સંકમણ ફરી વધવા લાગ્યું છે ત્યારે ‘સાવચેતી એજ સલામતીના’ મંત્ર સાથે રાજ્ય સરકારે રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવી છે. રાજય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વચ્ચેના ગંભીર બિમારી ધરાવતા અને ૬૦ વર્ષની વધુની વય ધરાવતા લોકોને રસીકરણ આપવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ભરૂચ શહેરમાં પણ સિવિલ હોસ્પિટલ, નગરપાલિકાના શહેરી આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, સામૂહિક,પ્રાથમિક અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવાઇ છે. ભરૂચના જાગૃત્ત મહિલા અમિતાબેન અજયભાઈ શાહ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ મૂકાવીને વેકસીન સલામત હોવાનો સંદેશો આપ્યો હતો. તેઓ કહે છે કે, ‘વેક્સીન વિશેની ખોટી અફવાઓથી ગભરાવું નહી. કોરોના વેકસીન સંપુર્ણ સુરક્ષિત અને સલામત છે. કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય વેકસીન છે. સૌએ વેક્સીન લઈ સુરક્ષિત રહેવાનું જણાવતા તેમણે કહ્યું કે, અન્ય લોકો પણ વધુમાં વધુ વેકસીન મુકાવે તે જરૂરી છે. રાજ્ય સરકાર લોકોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા પરિશ્રમ કરતી હોય તો જાગૃત્ત નાગરિક તરીકે આપણે સરકારના દરેક અભિયાનમાં જોડાવું એ આપણી ફરજ છે.
કોરોના વેકસીન લીધા બાદ અમિતાબેન શાહ કહે છે કે, વેકસીન સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે મને કોઈ આડઅસર થઈ નથી…
Views: 84
Read Time:1 Minute, 47 Second