આગામી 7 મી મે ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા 2024 ની ચૂંટણીને પગલે મતદાન યોજાનાર છે. ત્યારે તે પહેલાં જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખીને કડક કામગીરી કરી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ વેંગણી બેટ, આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકે નહી તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર.ધાંધલે બહાર પાડેલા જાહેરનામા મુજબ સરફુદ્દીન બેટ,દશાન બેટ, મહેગામ બેટ વેંગણી બેટ ,આલિયા બેટ સ્થળો એ કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકશે નહીં આ હુકમ તારીખ 30-3-24થી દિન -60 સુધી અમલ રહેશે.આ હુકમનો ભંગ કરનારને આઈપીસી-188 હેઠળ સજાને પાત્ર ગણાવામાં આવશે.
ભરૂચ જિલ્લાના નર્મદા નદી કિનારે આવેલા બેટ વિસ્તારમાં પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર પ્રવેશ પર પ્રતિબંધ
Views: 45
Read Time:1 Minute, 35 Second