અંકલેશ્વર કાપોદ્રામાં એક ખાનગી શાળાના લોકાર્પણ પ્રસંગે હાજર રહેક મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ‘હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું’ હોવાનું જણાવ્યું હતું, જોકે ઇન્ડિયા ગઠબંધન બાદ હાઇકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું જણાવ્યું હતું.26 રાજકીય પક્ષોને જોડી બનેલા ઇન્ડિયા એલાઇન્સમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપ પાર્ટી ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવાની જાહેરાત કરી છે. આ વચ્ચે છેલ્લા 2 વર્ષથી રાજકીય અને સામાજિક રીતે સક્રિય થયેલા મર્હુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પણ લોકસભાની ચૂંટણીમાં પોતાની દાવેદારી રજુ કરી છે. અંકલેશ્વરના કાપોદ્રા ખાતે બનેલી શાળાના લોકાર્પણ પ્રસંગ બાદ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હતા. આ સમયે મુમતાઝ પટેલ સાથે મીડિયાએ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પિતા હયાત હતા ત્યારે રાજકારણમાં આવવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે તેમણે તેમની સાથે કામ કરવું પડશે હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના નિધન બાદ તેમના પગલે રાજકીય અને સામાજિક કામોને આગળ વધારી રહ્યા છે.મુમતાઝે વધુમાં જણાવ્યુ હતુ કે, હું છેલ્લા 2 વર્ષથી રાજકીય રીતે સક્રિય છું અને હવે આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છું, I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. જો I.N.D.I.Aના ગઠબંધન દ્વારા ભરૂચની લોકસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લડશે તો હું અને અમારી કોંગ્રેસ પાર્ટી તેઓને સમર્થન આપીને ચૈતર વસાવાને જીતાડવા માટે કામ કરીશું. જો કોંગ્રેસ પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક લડવામાં આવશે તો હું ચોક્કસ લોકસભા માટે ઉમેદવારી કરીશ.
અહેમદ પટેલની પુત્રીએ લોકસભાની ચૂંટણી લડવા તૈયારી બતાવી:મુમતાઝ પટેલે કહ્યું, ‘I.N.D.I.Aના ગઠબંધનમાં હાઇકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ તૈયારીઓ કરશે’
Views: 127
Read Time:2 Minute, 35 Second