પતિ પત્ની બને કોંગ્રેસના અલગ અલગ બેઠક ના ઉમેદવાર છે. પોલીસ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો હતો. કંટીયાજાળ બેઠક પર પતિ વિજય વસાવા અને કાંટા સાયણ બેઠક પર પત્ની હિરલ વસાવા ઉમેદવાર છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે હાંસોટ તાલુકા પંચાયતની કાંટા સાયણ બેઠક નંબર 6 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવનાર હિરલ બેન વસાવાના પતિ અને પોતે કંટીયાજાળ બેઠક 7 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવનાર વિજય બચુભાઈ વસાવાના ઘરેથી દેશી દારૂ પકડાયો હતો. હાંસોટ પોલીસ ગત રાત્રીના હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને મળેલ બાતમીના આધારે તાલુકાના રાયમા ગામે રહેતા વિજયભાઈ બચુભાઈ વસાવાના ઘરે રેડ પાડતાં પ્લાસ્ટિક ની થેલીમાં રાખેલ 8 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે 160 રૂપિયાના દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિજય વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત ચુંટણીમાં કંટીયાજાલ બેઠક 7 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના પત્ની હિરલ બેન વસાવાએ કાંટાસાયણ બેઠક 6 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી છે.
હાંસોટમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરેથી દેશીદારૂનો જથ્થો ઝડપાયોહાંસોટ કોંગ્રેસ ઉમેદવારના ધરે થી દેશીદારૂ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે…
Views: 74
Read Time:1 Minute, 47 Second