ભરૂચ શહેરના લીક રોડ ઉપર આવેલ ગાયત્રી નગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા યુવાનને મોબાઈલ ફોનનું સિમ કાર્ડનું કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠિયાએ રૂપિયા 2.17 લાખ ખાતામાંથી સેરવી લઈ છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.એરટેલ કંપનીના અધિકારીના નામે ફોન આવ્યો ભરૂચ શહેરના લીક રોડ ઉપર આવેલ ગાયત્રી નગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા દર્શન જયેશ અજમેરી બિરલા ગ્રાસિમ કંપનીમાં નોકરી કરે છે જેઓ ગત તારીખ-9-12-20ના રોજ પોતાના ઘરે હતા, તે દરમિયાન એરટેલ કંપનીના અધિકારીના નામે ફોન આવ્યો હતો ફોન ધારકે મોબાઈલ ફોનના સિમ કાર્ડનું કે.વાય.સી અપડેટ કરવાનું જણાવી તેઓ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પ્રથમ 10 રૂપિયાનું રિચાર્જ કરાવડાવ્યું હતું અને ઓટિપી હેક કરી તેઓના એસ.બી.આઈ.બેન્ક ખાતામાંથી રૂપિયા 2.17 લાખ ઉપાડી લીધા હતા. જે છેતરપિંડી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.દિન પ્રતિદિન સાયબર ક્રાઇમમાં ગુન્હા વધી રહ્યા છે ત્યારે લોકો પણ સાવચેત અને સતર્ક રહે અને કોઈ પણ અજાણ્યા કે સંદિગ્ધ વ્યક્તિને પોતાની કોઈ પણ નાણાંકીય માહિતી શેર ન કરે.
ભરૂચમાં સિમ કાર્ડનું કે.વાય.સી અપડેટ કરવાનું જણાવી ગઠિયાએ ખાતામાંથી 2.17 લાખ ઉપાડી લીધા..
Views: 80
Read Time:1 Minute, 44 Second