Read Time:1 Minute, 20 Second
સગી દીકરી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર પિતા ઝડપાયો
અંકલેશ્વર શહેરમાં સગા બાપે 10 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મની કોશિશ કરતા ચકચાર મચી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર રહેતા શ્રમજીવી પરિવારમાં આ ઘટના બની હતી. પાંચ સંતાનોનો પિતા રાત્રિના સમયે બાળકો અને પત્ની સાથે સૂતો હતો એ દરમ્યાન નરાધમ પિતા એ પોતાની 10 વર્ષની સગી બાળકી પર નજર બગાડી હતી અને તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકી ની માતા જાગી જતા તે તેને બીજા રૂમમાં તેની સાથે સૂવડાવવા લઈ ગઈ હતી.
- પતિના ક્રોધિત સ્વભાવના કારણે પત્નીને રાત્રિના સમયે પોલીસને જાણ કરી ન હતી પરંતુ સવારે પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર હકીકત જણાવતા અંકલેશ્વર શહેર પોલીસે મામલામાં નરાધમ પિતા સામે ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં તેની ધરપકડ કરી હતી અને તેની ઉલટ તપાસ આરંભી હતી.