કચ્છ જિલ્લો મોટો હોવાથી પૂર્વ અને પશ્ચિમ બે સંગઠન નો નિર્ણય..
પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી સહિત અનેક આગેવાનો ની હાજરી…
અનેક સમસ્યાઓ અને વિવાદો ભૂલી પત્રકારો ને એક થવા કરી હાકલ…
પૂર્વ જિલ્લા ગાંધીધામ ના પ્રમુખ તરીકે ઇ.વી.એમ વોટિંગ થી દેવશી ભાઈ ભોયા ની નિમણુક..
આજે પત્રકાર એકતા પરિષદ ગુજરાત ની એક ખાસ કારોબારી ની રચના કરવા માટે ની મિટિંગ કચ્છ જિલ્લા ના પૂર્વ કચ્છ ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા,પ્રદેશ પ્રભારી શ્રી,ગૌરાંગ ભાઈ પંડ્યા,પ્રદેશ કારોબારી ના શ્રી આર.બી રાઠોડ,મુકેશભાઈ સખીયા,શ્રી પ્રહલાદ ભાઈ ચૌહાણ,શ્રી જગદીશ સિહ રાજપૂત, શ્રી સમિર બાવાણી, ઝોન -૯ ના પ્રભારી શ્રી ભરતસિહ રાઠોડ,સહ પ્રભારી શ્રી દિનેશ ભાઈ કલાલ સહિત મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા..
કાર્યક્રમ નો પ્રારંભ બપોરના ૩/૦૦ કલાકે દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવો,સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ના વરદ હસ્તે કરવામાં આવ્યા,બાદ ઉપરોક્ત પ્રદેશ આગેવાનો અને મહેમાનો નું ફૂલ હાર થી સ્વાગત સ્થાનિક પત્રકારોએ કર્યું હતું..કાર્યક્રમ નું સંચાલન આઇ.ટી. સેલ ના શ્રી સમિર બાવાણી એ કર્યું હતું..
પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા એ આ સંગઠન નો પ્રારંભ કયારે કર્યો,કેટલા જિલ્લા ના પત્રકારો ની હાજરી હતી,કેટલા પત્રકારો હાજર હતા..ને સર્વાનુમતે સંગઠન નું નામ પણ નક્કી કરવામાં આવ્યું હતું,તેમજ ૩૧ જિલ્લા ના તાલુકા કારોબારી તેમજ જિલ્લા કારોબારી સહિત ના સંગઠન પૂર્ણ કર્યા ની માહિતી આપી હતી..
શ્રી આર.બી.રાઠોડે સંગઠન થી પત્રકારો ને થતાં ફાયદા અને લાભાલાભ અંગે માર્ગદર્શન આપ્યું હતું,શ્રી પ્રહલાદભાઈ ચૌહાણે પોતાના વર્ષોના અનુભવ નો ચિતાર રજૂ કરી ને આટલું સક્રિય,પત્રકારો ની ચિંતા કરતું સંગઠન મે પહેલીવાર જોયું છે,તે બાબતથી પ્રભાવિત થઈ આ સંગઠન માં જોડાયો છું.સૌને એક થવા હાંકલ કરી હતી...
મુકેશ ભાઈ સખિયા, ભરત સિહ રાઠોડ,દિનેશ ભાઈ કલાલ સહિતનાઓ એ સંગઠન ની રૂપરેખા અને સંગઠન ના ફાયદાઓ જણાવ્યા હતા..!! સરકાર સમક્ષ સંગઠન દ્વારા ૧૪ મુદ્દાઓ ની માંગ રજૂ કર્યા ની વાત સાથે વાટાઘાટો થી કેટલા પ્રશ્નો ના ઉકેલ તેની પણ ચર્ચા થઈ હતી..
સ્થાનિક પત્રકારો સહિત ના તમામ નો પરિચય જાતે આપ્યો હતો.અંતે પ્રદેશ અધ્યક્ષ ના સંપૂર્ણ ગાઈડ લાઈન નીતિ નિયમો સાથે સંગઠન કાર્ય કરતું હોવા સહિત સી.આર પાટિલ સાથે થયેલી ચર્ચા ની વાત રજૂ કરતાં સૌ હર્ષભેર તાળીઓ પાડી ખુશાલી વ્યક્ત કરી હતી...!!!
કચ્છ જિલ્લો ખૂબ મોટો હોવાથી,બે ભાગમાં વહેંચી. સંગઠન ની બે સંગઠન પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ આમ બે સંગઠન કરવા કરેલ નિર્ણય પૈકી,
આજે કચ્છ પૂર્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવતા,સંપૂર્ણ માર્ગદર્શન બાદ સર્વાનુમતે લોકશાહી પદ્ધત્તિ એ સંગઠન ની રચના કરવા ગૌરાંગ ભાઈ ને જવાબદારી સોંપવામાં આવી હતી..જેમાં કચ્છ પૂર્વ ગાંધીધામ વિસ્તાર માં પ્રમુખ તરીકે ત્રણ દાવેદારો વચ્ચે સ્પર્ધાથતા,ઇ.વી.એમ જેવી સિસ્ટમ ઉભી કરી મતદાન મારફત લીડર નક્કી કરવામાં આવ્યા..જેમાં શ્રી દેવશીભાઇ ભોયાં, ઉપ્રમુખ શ્રી પૃથ્વી સિહ જાડેજા,કરિશ્મા માની શ્યામભાઈ,શ્રી દિનેશ ભાઈ જોગી, મહા મંત્રી તરીકે સમીર ભાઈ મહેશ્વરી,ભારતી બેન મઝીજાની,રાણા ભાઈ આહીર,મુકેશ ભાઈ રતડ મંત્રી શ્રી ઘનશ્યામ ભાઈ બારોટ, મનોજભાઈ વિસવડિયા,વિનોદભાઈ સાધુ,નિર્મળ સિહ જાડેજા..અને સહમંત્રી તરીકે મહેશ સોંદઅશોકભાઈ મહેશ્વરી,નીરવ ગૌસ્વામી, તેમજ દિનેશ સુડિયા,તેમજ ખજાનચી તરીકે પ્રદીપ ભાઈ ઠકકર, તેમજ આઇ.ટી.સેલ માં તનીશ ધેડા, જયરામ ભાઈ ની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી..
આજની મિટિંગમાં વરણી થયેલા જિલ્લા ના હોદ્દેદારો ને ફૂલ હાર કરી સન્માનિત કરી, નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા..તેમજ ઝોન -૫ ના સહ પ્રભારી તરીકે કિશોર ભાઈ ધેડા તેમજ કોર્ડીનેટર તરીકે શ્રી દીપેન્દ્રસિહ જાડેજા ને નિમણુક આપવામાં આવી હતી… આજની રચાયેલ પૂર્વ કચ્છ કારોબારી ને સૌ એ હરખભેર સન્માન કરી મજબૂત સંગઠન ના નિર્માણ નો કોલ આપ્યો હતો…
છેલ્લે નાસ્તો કરી,સમૂહ ફોટો પાડી મિટિંગ પૂર્ણ જાહેર કરી હતી. રવિવાર ની મિટિંગ કચ્છ પશ્ચિમ માટે ભુજ સર્કિટ હાઉસ ખાતે સવારે ૧૦/૦૦ કલાકે મિટિંગ મળવાની છે.અંતે નવનિયુક્ત પ્રમુખે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..