ડીઝીટલ ઇન્ડિયામાં ઓનલાઇન વ્યવહારમાં કેટલાક ભેજાબાજ તસ્કરો ભોળા લોકોનો ઉપયોગ કરીને ઓનલાઇન ચોરી કરતા હોય છે. ત્યારે તાજેતરમાં નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક હોટલ સંચાલક ઓનલાઇન ચોરીનો શિકાર બન્યો અને તેના ખાતામાંથી 98 હજાર રૂપિયા ઉઠાવી લીધા જે અંગેની રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.રાજપીપલા હોટલ ગાર્ડન પ્લાઝા એન્ડ રેસ્ટોરન્ટના સંચાલક નુરમોહંમદ અબ્દુલ તાઇએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે હોટલ ગાર્ડન પ્લાઝા એન્ડ રેસ્ટોરન્ટ જે ભાડાપટ્ટા કરારથી ચલાવતા હોય આ હોટલમાં ગ્રાહકો રહેવા માટે એડવાન્સ ઓનલાઇન બુકીંગ કરાવી શકે તે માટે JUST DIAL કંપનીમાં જરૂરી ફી ભરી પોતાની હોટલ એડ કરાવી હતી. જેથી હોટેલ બુકિંગ માટે ઇન્કવાયરી આવતી હતી.હોટલનો આપેલ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતા હોટલ મેનેજર સાથે એક ભેજાબાજે પ્રવાસી બની ફોન કર્યો કે પોતે આર્મીમેન હોવાની અને તેઓના સિનીયર અધિકારી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખવા માટે આવનાર હોય જેથી 4 દિવસ માટે 4 રૂમ બુક કરાવવા માટેની વાત કરી એડવાન્સ બુંકીગનુ ઓનલાઇન પેમેન્ટ આર્મીમાં સ્કેન કોર્ડથી પેમેન્ટ કરવામા આવતું ન હોવાથી ગુગલ પે નંબર આપવા માટે જણાવ્યુ હતું. એટલે હોટેલ પર હાજર મહંમદ આરિફનો મોબાઈલ નંબર આપ્યો હતો એટલે ઓનલાઇન પેમેન્ટ માટે આ ભેજાબાજ ગઠિયા એ વિશ્વાસમા લઇ પોતે તેઓના ગુગલ પે નંબર ઉપર ઓનલાઇન પેમેન્ટ માટે રિકવેસ્ટ મોકલી હતી.જે રેક્વેસ્ટ એક્સેપ કરી ડીજીટ કોર્ડ નાખવાનુ જણાવી ફરીયાદીના ભાઈ આરીફે તે રિકવેસ્ટ એક્સેપ કરી ડીજીટ કોડ નાખતા સીમકાર્ડ વપરાશકર્તાએ ICICI બેંક એકાઉન્ટ માંથી કુલ્લે 98,499 રૂપિયા ઉપાડી લઇ વિશ્વાસધાત અને છેતરપીંડી આચરી હોટેલ સંચાલક ના મોબાઈલમાં મેસેજ આવતા સામે જેતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરતા ફોન બધા સ્વીચ ઓફ થઈ ગયા એટલે રાજપીપલા ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે સાઇબરક્રાઇમ હેઠળ ગુનો નોંધી પી.આઈ.જી.જે.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.
રાજપીપળાની હોટલમાં ઓનલાઇન પેમેન્ટના બહાને 98 હજારની ઠગાઇ
Views: 86
Read Time:2 Minute, 59 Second